બાનાસકાંઠાના દવાખાનામાં ઓપીડી અને દવાનો ખર્ચ છે માત્ર એક રૂપિયો
પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક એવું દવાખાનું આવેલું છે જે માત્ર એક રૂપિયામાં જ દવા કરે છે. છેલ્લા ૫૦ વર્ષથી ચાલતું આ દવાખાનું ‘ચાર આના’ નામે ઓળખાય છે. મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા દવા કરાવવા આવતા હોય છે અને એક રૂપિયાની દવામાં જ શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી જેવી અનેક બીમારીઓ મટી જતી હોય છે.
આ અનોખું દવાખાનું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું છે. મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં ચારા આના નામથી પ્રખ્યાત છે. જાેકે હવે માત્ર એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા આપવામાં આવે છે. જાે પાંચ દિવસની દવા લેવી હોય તો પણ પાંચ રૂપિયા જ ચૂકવવા પડે છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું શરૂ કરાયું હતું.
માત્ર ચાર આના એટલે કે, ૨૫ પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. ૫૦ વર્ષોમાં લાખો ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું છે. સમય જતાં ચાર આના બંધ થઇ જતા આજે માત્ર એક રૂપિયામાં જ મેડિકલ ચેક અપ દવા ડ્રેસિંગ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે.
સમગ્ર પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો પણ આ ચારણા એટલે કે એક રૂપિયાની દવા લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. દિવસની ઓપીડી ૧૫૦ કરતા વધારે થતી હોય છે માત્ર એક રૂપિયાની દવામાં જ લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ જતું હોય છે. પાંચ રૂપિયામાં પાંચ દિવસની દવા આપવામાં આવે છે અહીંના લોકો આ દવાખાનાને આશીર્વાદ માને છે.
ચાર આના દવાખાનામાં બધા જ પ્રકારના દર્દી આવે છે. અહીં શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલ્ટી, ગેસ, એસિડીટી, મરડો, બહેનોના પ્રોબ્લેમ, વાળ ખરવા, ખીલ વગેરેના પેસેન્ટ આવે છે. અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાંમાં દર્દી જાય તો ૩૦૦થી ૫૦૦ રૂપિયા ઓપીડીનો ખર્ચ થાય છે. અહીંયા પેસેન્ટ આવે છે તો જરૂર હોઈ તો જ એને ટેસ્ટ માટે કહેવામાં આવે છે.
ગરીબ દર્દીઓ માટે આ દવાખાનું ભગવાન સમાન છે. આજના યુગમાં એક રૂપિયાની કિંમત કાંઈ નથી. હોસ્પિટલનો ખર્ચ હજારોમાં થાય છે પરંતુ પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલું આ દવાખાનું એક રૂપિયામાં ગરીબ દર્દીઓને સારવાર પૂરી પાડીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.SS1MS