“પુષ્પા” ફિલ્મમાં જોઈ એસિડના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર
પોલીસે ટેન્કરના આગળના અને પાછળના બોડીના ભાગે લોખંડના પાના વડે ટકોર મારી ચકાસતા અવાજમાં તફાવત આવ્યો હતો જેથી શકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી
અમદાવાદ, બાવળા પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક કથ્થાઈ રંગના ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે બાતમીના આધારે સેક ટેન્કર પસાર થઈ રહ્યું હતું. પોલીસે ટેન્કરના આગળના અને પાછળના બોડીના ભાગે લોખંડના પાના વડે ટકોર મારી ચકાસતા અવાજમાં તફાવત આવ્યો હતો જેથી શકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી. bootlegger who smuggles liquor under the guise of an acid tanker
પુષ્પા ફિલ્મની મોડ્સ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એસિડના ટેન્કરમાં છૂપું ખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાના કનેક્શનને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
બાવળા પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક કથ્થાઈ રંગના ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે બાતમીના આધારે સેક ટેન્કર પસાર થઈ રહ્યું હતું.
પોલીસે ટેન્કરના આગળના અને પાછળના બોડીના ભાગે લોખંડના પાના વડે ટકોર મારી ચકાસતા અવાજમાં તફાવત આવ્યો હતો જેથી શકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી. ટેન્કરમાંથી ૫.૫૦ લાખની કિંમતનું વિદેશી દારૂ સહિત ૩૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી ચાંદમલ મીણા એસિડના ટેન્કરમાંથી દારૂનો જથ્થો લઈને આવતા રંગે હાથે ઝડપાઇ ગયો છે.
પુષ્પા ફિલ્મની મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બુટેલગર દારૂની હેરફેરી શરૂ કરી હતી. આ ફિલ્મમાં જે પ્રકારે ચંદનના લાકડાની તસ્કરી કરવા માટે દુધના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજ પ્રકારે બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા એસિડના ટેન્કરનો ઉપયોગ કર્યો હતો.