પશ્ચિમ બંગાળમાં હિંસા યથાવત, ટ્રેનો પર હુમલા, બસો સળગાવાઈ, રેલવે સ્ટેશનમાં તોડફોડ
નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાનૂનને લઈને પશ્ચિમ બંગાળમાં શરુ થયેલી હિંસા યથાવત છે.હવે દેખાવકારોએ મુર્શિદાબાદના રેલવે સ્ટેશન પર તોડફોડ કરી છે. પ્રદર્શન કરનારાઓએ પીએમ મોદી અને અમિત શાહના પૂતળા પણ સળગાવ્યા છે.આ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે.લોકોના ટળાએ હાઈવે પર સંખ્યાબંધ બસો સળગાવી દીધી છે. શનિવારે પણ દેખાવો ચાલુ રહ્યા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે.શુક્રવારે ટોળાએ મુર્શિદાબાદ સ્ટેશન પર આગ લગાડીને તોડફોડ કરતા રેલ કર્મીઓને જીવ બચાવવા માટે નાસવાનો વારો આવ્યો હતો. ટોળાએ બેલગાંદા વિસ્તારમાં હાઈવે પર દેખાવો કરીને એમ્બ્યુલન્સની પણ તોડફોડ કરી છે.હાવડા કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા-કંડારી એક્સપ્રેસ પર પણ શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો.