રહેણાંક વિસ્તારોમાં દીપડાના ઘુસી આવવાથી લોકોમાં ભય
ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં રહેણાંક વિસ્તારોમાં વન્ય જીવ દીપડાના ઘુસી આવવાની ઘટનાઓ હવે ચિંતાજનકસ્તરે વધી છે.
સુરતના કામરેજમાં દીપડો આવી ચઢ્યો હતો તો બીજી તરફ ભરૂચમાં ઝઘડિયા -ગોવાલી રોડ પર અકસ્માતે દીપડાનું મોત નીપજ્યું હતું.
સુરત જિલ્લામાં કામરેજના ધોરણ પારડીની સીમમાં દીપડાનું પરિવાર લટાર મારતું જાેવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મોડી રાતે દીપડાનો પરિવાર દેખાતા ભયનો માહોલ જાેવા મળ્યો હતો. ગામની સીમમાં એક દીપડો અને તેના બે બચ્ચા જાેવા મળ્યા હતા.
કાર ચાલકે દીપડાના પરિવારને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. અન્ય એક ઘટનામાં ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટી પર ઝઘડિયા – ગોવાળી રોડ પર અકસ્માતે એક દીપડાનું મોત નીપજ્યું હતું.
અજાણ્યા વાહનની અડફેટે બાલ દીપડો ગંભીર ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વનવિભાગે તપાસ હાથ ધરી છે. SS1SS