બેંક ઓફ ઇન્ડિયાએ તીરંદાજ સુશ્રી સિમરજીત કૌરનું સન્માન કર્યું
મુંબઇ, બેંક ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સપર્સન કર્મચારી, પ્રખ્યાત તીરંદાજ અને ઇન્ડિયન વુમન્સ રિકર્વ ટીમના સદસ્ય સુશ્રી સિમરજીત કૌર કે જેમણે પેરિશ ખાતે વર્લ્ડ કપ અને હાંગ્ઝો ખાતે એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 07 ડિસેમ્બર, 2023ના રોજ મુંબઇમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બેંકના હેડક્વાર્ટરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી રજનીશ કર્ણાટક, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ શ્રી પી રાજગોપાલ, શ્રી એન કાર્કિકેયન, શ્રી સુબ્રત કુમાર અને સીવીઓ – શ્રી વિષ્ણુ કુમાર ગુપ્તાએ વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સુશ્રી કૌરને સન્માનિત કર્યાં હતાં.
સુશ્રી કૌરે બેંક દ્વારા પ્રેમ અને સન્માન આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો અને ભારત માટે ઓલિમ્પિકમાં વધુ ઊંચુ લક્ષ્ય રાખવાની અને ગોલ્ડને લક્ષ્ય બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં બેંકના એમડી અને સીઇઓએ રમતગમતની વિવિધ પહેલોને પ્રોત્સાહન આપવા માટે બેંકની અડગ પ્રતિબદ્ધતાને પુનઃરજૂ કરી હતી. આ ઉપરાંત સુશ્રી કૌર અને સાથી સ્પોર્ટ્સપર્સન કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં તે જેમની નોંધપાત્ર સિદ્ધિઓએ રાષ્ટ્રને ગૌરવ અપાવવાની સાથે-સાથે બેંકનું ગૌરવ પણ વધાર્યું છે.