સેમ બહાદૂરનું આઠ દિવસનું કલેક્શન ૪૨.૦૫ કરોડ થયું
મુંબઈ, વિક્કી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ સાથે ટક્કર કરવી પડવી હતી.
જાેકે, ‘સેમ બહાદુર’ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ સાથે જ આ ફિલ્મ પણ એનિમલના તોફાન આગળ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખવામાં સફળ રહી છે.
‘સેમ બહાદુર’નું ૮ દિવસનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ૪૨.૦૫ કરોડ રૂપિયા થઈ ગયુ છે.
‘સેમ બહાદુર’ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બાયોપિક છે.
આ ફિલ્મમાં વિક્કી કૌશલે સેમ માણેકશોનો લીડ રોલ પ્લે કર્યો હતો અને તેમણે એટલી શાનદાર એક્ટિંગ કરી છે દરેક લોકો તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ‘સેમ બહાદુર’ એ ૬.૨૫ કરોડથી ઓરનિંગ કર્યું હતું.
ત્યારબાદ ‘સેમ બહાદુર’ ફિલ્મે બીજા દિવસે ૯ કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે ૧૦.૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘સેમ બહાદુર’ની ચોથા દિવસની કમાણી ૩.૫ કરોડ રૂપિયા હતી. પાંચમા દિવસે ફિલ્મે તેની ગતિ જાળવી રાખી અને ૩.૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. છઠ્ઠા દિવસે ‘સેમ બહાદુર’એ ૩.૨૫ કરોડની કમાણી કરી હતી.
વિકી કૌશલની ફિલ્મની સાતમા દિવસની કમાણી ૩ કરોડ રૂપિયા હતી. આ સાથે જ ‘સેમ બહાદુર’નું એક અઠવાડિયાનું કલેક્શન ૩૮.૮ કરોડ રૂપિયા રહ્યું હતું. હવે ફિલ્મના રિલીઝના આઠમા દિવસની કમાણીના શરૂઆતના આંકડા આવી ગયા છે.
– સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે ‘સેમ બહાદુર’એ રિલીઝના આઠમાં દિવસે ૩.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
– આ સાથે જ ‘સેમ બહાદુર’નું આઠ દિવસોનું કુલ કલેક્શન હવે૪૨.૦૫ કરોડ રૂપિયા થઈ ગયુ છે.
રણબીર કપૂરની એનિમલને કારણે સેમ બહાદુરને બોક્સ ઓફિસ પર કમાણી કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
કારણ કે, એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધૂમ મચાવી રહી છે. જાે કે, તેમ છતાં, ફિલ્મે તેની રિલીઝના આઠ દિવસમાં રૂ. ૪૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
હવે આ ફિલ્મ ૫૦ કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. નિર્માતાઓને આશા છે કે વીકએન્ડ પર ફિલ્મ આ માઈલસ્ટોનને પાર કરી લેશે. હાલમાં દરેકની નજર બોક્સ ઓફિસ નંબર્સ પર છે. SS2SS