Western Times News

Gujarati News

શ્વાનોની ખતરનાક પ્રજાતીઓ રાખવા પર પ્રતિબંધ માટે અલ્ટિમેટમ

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવા માટેના લાઇસન્સ પર પ્રતિબંધ લગાવવા અને રદ કરવાના મેમોરેન્ડમ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. Ultimatum to ban keeping of dangerous breeds of dogs

કાર્યકારી ચીફ જÂસ્ટસ મનમોહન અને મિની પુષ્કર્ણની બેન્ચે અરજદારને કહ્યું કે પ્રસાશનને આ મુદ્દા પર નિર્ણય લેવા દો કારણ કે તેઓ સંબંધિત કાયદા અને નિયમોનો મુસદ્દો તૈયાર કરે છે. સુનાવણી દરમિયાન, કોર્ટે શ્વાનની સ્થાનિક પ્રજાતિઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે ભારતીય પ્રજાતિઓનું ધ્યાન રાખવાની જરૂર છે, તેઓ વધુ મજબૂત છે.

તેઓ સરળતાથી બીમાર પડી જતા નથી કારણ કે તેઓ સ્થાનિક પરિસ્થિતિઓથી ટેવાઈ ગયા છે. કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે મેમોરેન્ડમ સંબંધિત વિભાગને મોકલવામાં આવ્યું છે અને તેના પર હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. ગત આૅક્ટોબર ૫ના રોજ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આ મુદ્દા પર અરજદારની પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો

અને કહ્યું હતું કે તેણે પહેલા તેની ફરિયાદ સાથે સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. અરજીમાં કાયદાકીય સલાહકાર અને બેરિસ્ટર લા ફર્મે આરોપ મૂક્યો હતો કે બુલડોગ્સ, રોટવેઇલર્સ, પિટબુલ્સ, ટેરિયર્સ, નેપોલિટન માÂસ્ટફ્સ જેવી જાતિના શ્વાન ખતરનાક સાબિત થઇ શકે છે અને ભારત સહિત ૧૨ થી વધુ દેશોમાં તેના પર પ્રતિબંધ છે, પરંતુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હજી પણ આના પર પ્રતિબંધ મૂક્યો નથી. તેમની નોંધણી કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.