એક દસકા સુધી કોંગ્રેસ સત્તા પર ન રહી પણ – તેઓ પોતાના વિકલ્પને જનતા સમક્ષ ધરી પણ ન શક્યા
કોંગ્રેસની અંધકારમય ટનલનો કોઈ અંત જ નથી…-મધ્યપ્રદેશની જેમ ચાર-ચાર ચૂંટણી સુધી અપરાજીત રહેવાનો રેકોર્ડ કરી શક્યા કારણ કે જે ભુલ કોંગ્રેસ પક્ષ એક બાદ એક ચૂંટણીમાં કરી રહ્યું તે જ ભુલ કે. ચંદ્રશેખર રાવે પણ તેલંગાણામાં કરી અને અંતે તેમની સત્તાનો અંત આવ્યો.
બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનને વિજય ભણી દોરી જનાર વડાપ્રધાન વિસ્ટન ચર્ચીલ ખુદ ચૂંટણી હારી ગયા કારણ કે મતદારો સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો
પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેલંગાણાએ રવિવારે એક દસકાથી વધુ સમયથી ચાલતા કે. ચંદ્રશેખરના સામ્રાજ્યને કલાકોમાં તોડી પાડ્યું. એવું ન હતું કે, કે. ચંદ્રશેખર રાવ કોઈ પરિસંવાદમાંથી ઉભરેલા નેતા હતા વાસ્તવમાં ૨૦૧૦માં તેઓએ અલગ તેલંગાણા માટે એક જનઆંદોલન શરૂ કર્યું અને ૨૦૧૪માં સત્તા પર આવ્યા,
એક દસકા સુધી તેઓ સત્તા પર રહ્યા પણ ન તેઓ પોતાના વિકલ્પને આગળ ધરી શક્યા, ન મધ્યપ્રદેશની જેમ ચાર-ચાર ચૂંટણી સુધી અપરાજીત રહેવાનો રેકોર્ડ કરી શક્યા કારણ કે જે ભુલ કોંગ્રેસ પક્ષ એક બાદ એક ચૂંટણીમાં કરી રહ્યું તે જ ભુલ કે. ચંદ્રશેખર રાવે પણ તેલંગાણામાં કરી અને અંતે તેમની સત્તાનો અંત આવ્યો. જો કે રાજકારણમાં રાજકીય પક્ષોના સત્તા બદલા એ કોઈ નવી વાત નથી
પરંતુ જે રીતે પરાજય થાય છે અને ખાસ કરીને પ્રાદેશિક પક્ષો જે એક સમયે અત્યંત મજબુત ગણાતા હોય છે તેઓ એક જ ચૂંટણીમાં ધુળ ભેગા થઈ જાય છે. ગઈકાલે લખાયું હતું તેમ રાજકારણ એ રાત-દિવસનો બિઝનેસ છે અને ભારતીય જનતા પક્ષે તેમાં પોતાના બે-ચાર કલાક ઉમેરી દીધા છે. જ્યારે વિપક્ષો પોતાને સત્તા પર આવતાં જ એક બેરીકેડમાં કેદ કરી લે છે પોતાના ચૂંટણી ક્ષેત્ર અને નતા સુધી પણ તેઓ પહોંચતા નથી.
બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે બ્રિટનને વિજેતા ભણી દોડી જનાર દેશના વડાપ્રધાન વિસ્ટન ચર્ચીલે સામાન્ય ચૂંટણી હારી ગયા તો તેનું કારણ એ આવ્યું કે યુદ્ધ સમયના રાષ્ટ્રવડા તરીકે તે શ્રેષ્ઠ છે પરંતુ શાંતિ સમયના અને પુનરોદ્ધાર માટે તેઓ તેમના અનુગામી તરીકે એટલીને પસંદ કરાયા આ એ જ સંદેશ છે જો તમે લોકો સાથે જોડાયેલા ન રહો તો પોતાનો મત વિસ્તાર પણ ગુમાવો છો અને ચર્ચીલ જેવા મહાન નેતા સાથે એ થયું તો રાહુલ ગાંધી કે કે. ચંદ્રશેખર રાવ શું વિસાતમાં હોઈ શકે છે.
તેલંગાણામાં કોંગ્રેસ જીતી તેનું કારણ દક્ષિણના રાજ્યોમાં ભાજપની હજુ પહોંચ બની નથી અને તેના અનેક કારણો હોઈ શકે છે પરંતુ એ નિશ્ચિત છે કે ભાજપે તેલંગાણામાં પોતાનો વોટશેર આ ચૂંટણીમાં પણ ડલ કરી નાખ્યો છે અને તેથી એ દિવસો દુર નથી કે તેલંગાણા હોય કે કર્ણાટક (જ્યાં ભાજપ અગાઉ પણ સત્તા પર હતુ) ત્યાં કમળ પહોંચી જાય ભાજપના દક્ષિણી ક્ષેત્રમાં વિધાનસભા સુધી તેમની પહોંચ રહી છે
પરંતુ લોકસભામાં પણ પોતાનો વ્યાપ વધાર્યાે છે. પણ આ ચૂંટણીના અંતે એ સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસ માટે અંધકારમય ટનલનો કોઈ અંત નથી સિવાય કે પોતાની રોશની શોધે જો ત્રણ રાજ્યોની ચૂંટણીની વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસના વોટરશેરમાં બહુ મામલુ ઘટાડો થયો છે છતાં તેની બેઠકોમાં મોટો ઘટાડો થયો છે.
મધ્યપ્રદેશમાં ૨૦૧૮માં કોંગ્રેસને ૪૦.૩૯ ટકા મતો મળ્યા હતા જ્યારે ૨૦૨૩માં તેને ૪૦.૫૨ ટકા મતો મળ્યા આમ થોડા બેઝીક પોઈન્ટનો ઘટાડો થયો. રાજસ્થાનમાં તો કોંગ્રેસનો વોટશેર ઉલ્ટાનો વધ્યો છે ૨૦૧૮માં વોટશેર ૩૯.૩ ટકા હતો જે ૨૦૨૩માં ૩૯.૫૩ ટકા થયો આમ તેનો વોટશેર વધ્યો છે. છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા મળશે તે ખુદ ભાજપને ચિંતા હતી અને ૨૦૧૮માં કોંગ્રેસ પક્ષે ૪૩ ટકા વોટશેર સાથે સત્તા મેળવી હતી.
પરંતુ ૪૨ ટકા વોટશેર ૨૦૨૩માં થયો અને સત્તા ખરાબ રીતે ગુમાવી જેની સામે ભાજપે મધ્યપ્રદેશમાં ૭ ટકા, રાજસ્થાનમાં ૪ ટકા અને છત્તીસગઢમાં ૧૩નો વોટશેર વધાર્યાે આ ચૂંટણી ગણિત કોંગ્રેસ સમજી શકતું નથી કે જ્યાં તેની સત્તા છે ત્યાં તેની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ફક્ત સત્તાની આસપાસ જ રહે છે જનતાની આસપાસ રહેતાં નથી ભારતીય જનતા પક્ષમાં કાર્યકર્તાઓ સતત મતદારોની આસપાસ રહેતા હોય છે અને તેથી તેમને આ સંપર્કમાં કોઈ નવી કડી જોડવી પડતી નથી
અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ આસાન થઈ જાય છે. કમ સે કમ કમળનું નિશાન દરેક સુધી પહોંચી ગયું હોય છે અને તેમાં મોદીની ગેરંટી ઈવીએમ સુધી કમળને પહોંચાડી દેશે. કોંગ્રેસે એ પણ નિશ્ચિત કરી લેવું જરૂરી છે કે તેને હિન્દુત્વને ક્યાં સુધી અપનાવું છે. ભારતીય જનતા પક્ષનો જન્મ જ હિન્દુત્વમાંથી થયો છે અને આ તેની ગાળથૂથીમાં છે. પરંતુ તેનો ચૂંટણીના મતોમાં રૂપાંતર કરવા માટે ભાજપે જે શ્રમ કર્યાે છે અને કરી
રહ્યો છે તે કદાચ કોંગ્રેસ એમ માને છે કે એક બે મંદિરે જઈ આવવાથી કે જનોઈ પહેરવાથી તેને હિન્દુત્વના મતો મળી જશે. એ બહું સારી વાત છે કે શાસ્ત્રીય સંગીતમાં તાનપુરાનું સ્થાન અનોખું છે. એમ ભારતના રાજકારણમાં હિન્દુત્વનું સ્થાન અનોખું બની ગયું છે. ભાજપે હિન્દુત્વને રાષ્ટ્રવાદ સાથે જોડી દીધો છે અને તેથી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ હિન્દુત્વના બે ડગલા આગળ ધરે છે અને એ ડગલું પાછળ જાય છે,
સનાતનનો વિરોધ એ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ડેમેજ કરી ગયો વાસ્તવમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર કમલનાથ પણ ઈચ્છતા ન હતા કે સનાતન મુદ્દો તેમની સામે બને અને તેથી તેઓએ ભોપાલમાં વિપક્ષની રેલીને રદ્ કરી પણ કોંગ્રેસ એ દાગ ભુલી ધોઈ શકી નહીં જેથી તેને હિન્દુત્વનો ફાયદો ન મળ્યો.
કોંગ્રેસ વાસ્તવમાં ગમે તેટલી રેવડી કલ્ચર યોજનાઓ જાહેર કરે પણ તેના લાભાર્થીને પક્ષને સાથે જોડી શકતી નથી. બીજું ડિલીવરીનો રેકોર્ડ એ મોદીના નામે છે પછી તે કિસાન સન્માન નિધિ હોય કે ૮૦ કરોડ પરિવારોને મફત અનાજની યોજના હોય, જ્યારે કોંગ્રેસનો ડિલીવરી રેકોર્ડ કદી દેખાયો જ નથી અને તેથી જ તે અનેક યોજનાઓ છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શકે તેમ નથી. (એજન્સી)