Western Times News

Gujarati News

રિષભ પંત ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી શકે છે

નવી દિલ્હી, આઈપીએલ ર૦ર૪ની શરૂઆત થવામાં હવે ગણતરીના મહિના બાકી છે. નોંધનીય છે કે આઈપીએલ ૨૦૨૪ની હરાજી ૧૯ ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ વખતે હરાજીમાં કુલ ૫૯૦ ખેલાડીઓ પર બોલી લાગવાની છે.

જ્યારે ૨૬ નવેમ્બરે તમામ ૧૦ ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધુ હતું. તો આઈપીએલ ૨૦૨૪માં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં રમતો જાેવા મળશે.

પરંતુ આઈપીએલ ૨૦૨૫માં ધોની નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ તે પહેલા ચેન્નઈએ ધોનીને રિપ્લેસ કરવા માટે પોતાની તૈયારી પૂરી કરી લીધી છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાનીમાં પાંચ વખત ખિતાબ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીઆઈપીએલ ર૦ર૪માં રમતા જાેવા મળશે.

પરંતુ મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ર૦રપ પહેલા સંન્યાસ લઈ શકે છે. કારણ કે આઈપીએલ ૨૦૨૫ સુધી મહેન્દ્ર સિંહ ધોની લગભગ ૪૩ વર્ષના થઈ જશે અને તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ધોનીની આ છેલ્લી આઈપીએલ સીઝન છે, કારણ કે તે હવે આગામી સમયમાં રમતો જાેવા મળશે નહીં.

આઈપીએલ ૨૦૨૫માં મેગા ઓક્શન થવાનું છે અને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મેગા ઓક્શનમાં બધા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈપીએલ ૨૦૨૫માં ચેન્નઈ સુપર કિંગ્સ વિકેટકીપર રિષભ પંત પર પોતાનો દાવ લગાવી શકે છે. કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીનો ઉત્તરાધિકારી રિષભ પંતને માનવામાં આવી રહ્યો છે અને સીએસકે પંતને પોતાની ટીમમાં આઈપીએલ ૨૦૨૫માં સામેલ કરી શકે છે.

રિષભ પંત ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી શકે છે. વાત રિષભ પંતના આઈપીએલ કરિયરની કરીએ તો તેણે દિલ્હી કેપિટલ્સ તરફથી આઈપીએલ ૨૦૧૬માં પર્દાપણ કર્યું હતું. રિષભ પંત ઈજાને કારણે આઈપીએલ ૨૦૨૩માં બહાર રહ્યો હતો.

રિષભ પંત અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે ૯૮ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૧૪૭.૯૭ની સ્ટ્રાઇક રેટથી ૨૮૩૮ રન બનાવ્યા છે. આઈપીએલમાં પંત અત્યાર સુધી એક સદી અને ૧૫ અડધી સદી ફટકારી ચૂક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૧૨૮ રન છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.