એક સમયે યશ ચોપરા દેવાળુ ફૂંકવાના આરે હતાં
મુંબઈ, એકવાર યશ ચોપરા દેવાળુ ફૂંકવાને આરે હતા. યશ ચોપરાની સતત ૪ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. યશ ચોપરાના બેંક ખાતા ખાલી થઈ ગયા. એટલું જ નહીં, યશ ચોપરાના પ્રોડક્શન હાઉસને તાળું લાગવાનું હતું.
પરંતુ આ દરમિયાન યશ ચોપરાના જીવનમાં એક દેવદૂત બનીને બોલિવૂડની એક સુંદર હિરોઈન આવી અને તેમના જીવનની ગાડીને પાટા પર લાવી.આ ખૂબસૂરત હિરોઈનનું નામ હતું શ્રીદેવી. શ્રીદેવીએ ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ ચાંદનીમાં પોતાની કરિયરની બેસ્ટ એક્ટિંગ કરી હતી.
આ વાતનો ખુલાસો ખુદ યશ ચોપરાએ કર્યો છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સીરીઝ ‘ધ રોમેન્ટિક્સમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યશ ચોપરા કહે છે, ‘હું સતત ફિલ્મો બનાવી રહ્યો હતો, પરંતુ કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી.
મારી એક પછી એક ચાર ફિલ્મો સુપરફ્લોપ રહી. આ પહેલા પણ મારી કિસ્મત મારી સાથે ન હતી . ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી. મારી પાસે બિલકુલ પૈસા ન હતા. મારા પ્રોડક્શન હાઉસને તાળું લાગવાનું હતું. આ પછી યશ ચોપરાએ શ્રીદેવી સાથે ફિલ્મ ચાંદનીનો આઈડિયા શેર કર્યો.
શ્રીદેવી ૯૦ના દાયકાની સુપરસ્ટાર હતી અને ફિલ્મોમાં તેની ફિલ્મમાં હોવી સફળતાની ગેરંટી હતી. શ્રીદેવી પણ આ ફિલ્મ કરવા તૈયાર થઈ ગઈ હતી. આ પછી ફિલ્મનું કાસ્ટિંગ શરૂ થયું. આ ફિલ્મમાં વિનોદ ખન્ના, ઋષિ કપૂર, વહીદા રહેમાન અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા.
માત્ર ૮ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૨૭.૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ હિટ થયા બાદ યશ ચોપરાનું જીવન પાછું ટ્રેક પર આવી ગયું હતું. યશ ચોપરાએ ક્યારેય પાછું વળીને જાેયું નથી.
આ ફિલ્મ યશ ચોપરાના કરિયરમાં ગુડ લક સાબિત થઈ. આ ફિલ્મ હિટ થયા પછી યશ ચોપરાએ સતત હિટ ફિલ્મોની વણઝાર લગાવી. SS1SS