આઈનોક્સ ઈન્ડિયાનો IPO ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે
અમદાવાદ, આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડ, ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023ના રોજ તેના ઇક્વિટી શેર્સનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બુધવાર, 13 ડિસેમ્બર, 2023 હશે. ઓફર સબસ્ક્રિપ્શન માટે ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને સોમવાર, 18 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે.
ઓફર માટે પ્રાઈસ બેન્ડ રૂ. 627થી રૂ. 660 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપની વેચાણ શેરધારકો દ્વારા 22,110,955 ઇક્વિટી શેરની ઓફર દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. INOX INDIA LIMITED INITIAL PUBLIC OFFERING OPENS ON THURSDAY, DECEMBER 14, 2023
વેચાણની ઓફરમાં સિદ્ધાર્થ જૈન દ્વારા 1,04,37,355 સુધીના ઇક્વિટી શેર્સ, પવન કુમાર જૈન દ્વારા 50,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, નયનતારા જૈન દ્વારા 50,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ઇશિતા જૈન દ્વારા 12,00,000 સુધીના ઇક્વિટી શેર્સ (“પ્રમોટિંગ સેલિંગ શેરહોલ્ડર્સ”), મંજુ જૈન દ્વારા 2,30,000 સુધીના ઇક્વિટી શેર્સ, લતા રુંગટા દ્વારા 1,90,000 સુધીના ઇક્વિટી શેર્સ, ભારતી શાહ દ્વારા 13,400 સુધીના ઇક્વિટી શેર્સ, કુમુદ ગંગવાલ દ્વારા 13,400 સુધીના ઇક્વિટી શેર્સ, સુમન અજમેરા દ્વારા 13,400 સુધીના ઇક્વિટી શેર્સ અને રજની મોહત્તા દ્વારા 13,400 સુધીના ઇક્વિટી શેર્સ (“અન્ય સેલિંગ શેરહોલ્ડર્સ”, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સાથે, જેને “સેલિંગ શેરહોલ્ડર્સ”)નો સમાવેશ થાય છે.
ઇક્વિટી શેર 8 ડિસેમ્બર, 2023ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે, જે 9 ડિસેમ્બર, 2023ના રોજ સેબી (“આરએચપી”) સાથે અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાત (“આરઓસી”) સાથે ફાઈલ કરવામાં આવેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના કોરિજેન્ડમ સાથે વાંચવામાં આવે છે.
આરએચપી દ્વારા ઓફર કરવામાં આવતા ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) તરીકે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે, બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. અમારી કંપનીએ બીએસઈ અને એનએસઈ તરફથી અનુક્રમે 25 ઓક્ટોબર, 2023 અને 23 ઓક્ટોબર, 2023ના રોજના તેમના પત્રોને અનુરૂપ ઇક્વિટી શેર્સનું લિસ્ટિંગ કરવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરીઓ પ્રાપ્ત કરી છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભમાં, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચવામાં આવેલા સુધારેલા (“એસસીઆરઆર”) મુજબ બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1)ના પાલનમાં કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના મહત્તમ 50% લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી”) (“ક્યુઆઈબી ભાગ”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,
એ શરતે કે કે અમારી કંપની બીઆરએલએમ સાથે પરામર્શ કરીને ક્યુઆઈબી ભાગના 60% સુધી એન્કર રોકાણકારોને (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) વિવેકાધીન ધોરણે ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટરનો એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી જે ભાવે એન્કર ઇન્વેસ્ટર્સને (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”) ફાળવણી કરવામાં આવે છે તે કિંમતે અથવા તેનાથી ઉપરની પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન અથવા બિન-એલોકેશનની સ્થિતિમાં, બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“નેટ ક્યુઆઈબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે.
વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીનો ચોખ્ખો ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે તેમની પાસેથી ઓફર કિંમત અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ મળ્યાને આધીન રહેશે. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ ક્યુઆઈબી ભાગના 5% કરતા ઓછી હોય,
તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, ઓફરના લઘુતમ 15% હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન)ને વિવેકાધીન આધાર પર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુની અને રૂ. 1 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
અને બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે આવી સબ-કેટેગરીમાંથી ગમે તેમાં અનસબસ્ક્રાઇબ્ડ હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાને ફાળવવામાં આવી શકે છે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી ઉપરની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને ઓફરનો લઘુતમ 35% હિસ્સો સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના સંદર્ભે રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સની વિગતો પૂરી પાડીને અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને (અહીં જણાવ્યા મુજબ) યુપીઆઈ આઈડીની વિગતો પૂરી પાડીને બ્લોક કરેલી રકમ (“ASBA”) પ્રોસેસ દ્વારા અરજીનો ઉપયોગ કરવો ફરજિયાત છે જેમાં સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ જે-તે બિડની રકમના જેટલી રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ નંબર 450 પર “Offer Procedure” વાંચો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.