તાલુકા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં પારડી ઝાંખરીની કૃતિ પ્રથમ ક્રમે વિજેતા બની
(પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો કુમારી સેલીના રાઠોડ અને કુમારી આરૂશી રાઠોડ દ્વારા વિજ્ઞાન શિક્ષિકા ભક્તિબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ રજૂ થયેલ કૃતિ રીવોલ્વિંગ ગેટની મદદથી વીજળી વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં વિજ્ઞાનમેળાનાં બીજા વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા બની હતી.
શાળાનાં આચાર્ય રમેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલે બંને બાળ વૈજ્ઞાનિક બાલિકાઓ તેમજ માર્ગદર્શક શિક્ષિકાને આ સુંદર ઇનોવેટિવ કૃતિ જે ર્વકિંગ મોડેલ છે તે બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ તેમણે આ કૃતિ જિલ્લા કક્ષાએ પણ વિજેતા બને એવી શુભેચ્છા પાઠવી હતી.