Western Times News

Gujarati News

ઈડર અને વિજયનગરના 20 ગામોની ખેતીલાયક જમીન NH58 માટે સંપાદન કરાશે

પ્રતિકાત્મક

NH58 માટે સાબરકાંઠામાં ર૦ ગામોની ખેતીની જમીન સંપાદન કરાશે

મોડાસા, કેન્દ્ર સરકારના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશમાં વિવિધ સ્થળે નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થનાર સુચિત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.પ૮ માટે ખાનગી તથા ખેતીલાયક જમીનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જમીન સંપાદન માટે અધિ સુચના પ્રસિધ્ધ કરાઈ છે

જેમાં ઈડર અને વિજયનગર તાલુકાની મળી અંદાજે ર૦ ગામોની ખેતીલાયક જમીન નિયમ મુજબ સડક પરિવહન મંત્રાલય સંપાદિત કરશે જેમાં અંદાજે ૪૯ર સર્વે નંબરની ખેત જમીન સંપાદીત થયા બાદ મૂળ જમીન માલિકોના હક્ક સરકાર હસ્તક જતા રહેશે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-પ૮માં ઈડર તાલુકાના પ અને વિજયનગર તાલુકાના ૧૭ ગામોના ખેડૂતોની ખાનગી માલિકીની જમીનોનો ઉપયોગ થવાનો છે તેમાં કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ વળતરની રકમ ચૂકવાશે. જમીન સંપાદનની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આ કામગીરી પૂર્ણ થશે ત્યારે ધોરીમાર્ગ પ૮માં ઈડર, વડાલી થઈને વલસાણા રોડ ધરોઈ, વાવ, ખેરાલુ થઈને પાલનપુર હાઈવેને જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.