મહુવાની સીમમાં પશુનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો
દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
શિકારની શોધમાં આશરે ૫ વર્ષીય દીપડો ગામમાં ઘુસી આવતો હતો જેને પકડવા ગોઠવાયેલા પાંજરામાં તે પુરાયો
સુરત, મહુવામાં પશુનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. વડીયા બરડી ફળીયામાં દીપડો પાંજરે પુરાયો છે. શિકારની શોધમાં આશરે ૫ વર્ષીય દીપડો ગામમાં ઘુસી આવતો હતો જેને પકડવા ગોઠવાયેલા પાંજરામ આખરે તે પુરાયો છે.
પાંચ દિવસ પહેલા દીપડાએ મહુવામાં એક ફળિયામાં પશુનો શિકાર કર્યો હતો.ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વન્યજીવને પકડવા પાંજરું મુકવામાં આવ્યું હતું.આ દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહત અનુભવી છે. વન વિભાગ દ્વારા દીપડાને સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ દીપડા અને માનવી માટે સલામત સ્થળે જંગલમાં મુક્ત કરવામાં આવશે.ss1