Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી : તા.૧૬.૧ર.ર૦૧૯ થી તા.રર.૧ર.ર૦૧૯

મેષ: સોમવાર ધંધા વ્યવસાયમાં વાણીમાં મીઠાશ તેમજ સંયમ રાખશો. મંગળવાર સકારાત્મક કામોના કારણે ધન અને સન્માન મળશે. બુધવાર શારિરીક અસ્વસ્થતા અનુભવશો કામો વિલંબમાં પડશે. ગુરૂવાર માતા પિતાના કામોમાં સફળતા મળશે તેઓ સાથે તાલમેલ જળવાય. શુક્રવાર ધાર્મીક કામો માટે યાત્રા થાય અને તીર્થયાત્રા પણ થાય. શનિવાર જમીન મકાન તેમજ વાહનના કામોમાં સફળતા મળશે. રવિવાર ધંધાના વિકાસ માટેના વિચારો તીવ્ર બનશે.

વૃષભ : સોમવાર ભાઈ-બહેન તેમજ શ્વસુર પક્ષના કામ થકી મુસાફરી થાય. મંગળવાર આજરોજ આપ ખૂબજ ગણતરી અને આયોજનબદ્ધ કામ કરી શકશો. બુધવાર આજે આપની દૈનીક આવકમાં ઘણો જ વધારો થશે. ગુરૂવાર આજરોજ વાગવા પડવા તેમજ અકસ્માત થવાની પુરી શકયતા છે. શુક્રવાર આકસ્મીક ધન લાભ થાય તેમજ ખર્ચનું પ્રમાણ પણ વધશે. શનિવાર અભ્યાસ તેમજ સરકારી કામોમાં અવરોધ આવે. રવિવાર અગત્યના નિર્ણયો અને કાર્યો મુલતવી રાખવા.

મીથુનઃ સોમવાર વાહન શાંતીથી અને કાળજી રાખીને ચલાવશો. મંગળવાર આવક કરતા જાવકનું પ્રમાણ વધારે રહેશે ખર્ચ પર અંકુશ રાખશો. બુધવાર કોર્ટ કચેરીથી તેમજ સરકારી માણસોથી પણ લાભ થાય. ગુરૂવાર દૈનીક આવકમાં વધારો થાય નવા ગ્રાહકો મળશે. શુક્રવાર દામ્પત્ય જીવનમાં મધુરતા ભાગીદારો સાથે મનમેળ વધશે. શનિવાર દરેક પ્રકારના સરકારી કામકાજમાં લાભ થશે જ. રવિવાર ભાઈ ભાંડુ સાથે મુસાફરી થાય લાભદાયક દિવસ છે.

કર્ક : સોમવાર સંતાનોના કામો શૈક્ષણીક કામોમાં મુશ્કેલીઓ આવશે. મંગળવાર સટ્ટાકીય તેમજ શેરબજારના કામકાજમાં નુકશાન થાય. બુધવાર આરોગ્યમાં મુશ્કેલીઓ આવશે. ગુરૂવાર નકારાત્મક વિચારો અને કામોથી કાર્યોમાં વિંલંબ થાય. શુક્રવાર મોસાળ પક્ષ તેમજ શ્વસુર પક્ષ માટે ખર્ચ કરવો પડશે. શનિવાર રોજીંદા અને દૈનીક કામોમાં મુશ્કેલીઓ આવશે. રવિવાર પરિવારમાં શાંતી જાળવવી હીતાવહ છે.

સિંહ : સોમવાર શત્રુઓ તેમજ હરીફોથી હેરાનગતિ માનહાની થાય. મંગળવાર દૈનીક કામોમાં ચોરી તેમજ વિશ્વાસઘાતના યોગ છે. બુધવાર કામકાજના સ્થળે ગરબડો અને વિધ્નો આવશે. ગુરૂવાર માંગલીક તેમજ ધાર્મીક કામોમાં વિધ્નો આવશે. શુક્રવાર સગાઈ-લગ્ન તેમજ શિક્ષણના કામોમાં વિધ્નો આવશે. શનિવાર મિત્રો સાથે મનમેળ થાય. રવિવાર વાદ-વિવાદથી દૂર રહેવામાં હીત છે.

કન્યા : સોમવાર સંતાનો તરફથી તેમજ ધંધા વ્યવસાયમાં સારા સમાચારો મળશે નહી. મંગળવાર ધાર્મીક તેમજ માંગલીક કામો માટે દોડધામ વધશે. બુધવાર મોટાભાઈ તેમજ શ્વસુર પક્ષના સભ્યો પાછળ સમય પસાર થશે. ગુરૂવાર મિત્રોનો સાથ મળશે નહી ચિંતાવાળો દિવસ છે.શુક્રવાર મકાન તેમજ વાહન પાછળ ખર્ચ થશે તકલીફો વધશે. શનિવાર સરકારી કામકાજ તેમજ કોન્ટ્રાકટ કમીશન દલાલીના કામોમાં લાભ થાય. રવિવાર સંતાન સગાઈ તેમજ જાખમી કામકાજ માટે શુભ દિવસ છે.

તુલા : સોમવાર માતા-પિતા તેમજ વડીલોના કામોમાં યશ અને સફળતા મળશે. મંગળવાર આજરોજ ધંધા વ્યવસાયની આવકમાં વધારો થાય. બુધવાર આવક અને જાવકના પાસા સરખા રહેશે. મધ્યમ દિવ્સ ગુરૂવાર ધંધા વ્યવસાયના વિકાસ માટે મુસાફરી કરવી પડશે. શુક્રવાર સકારાત્મક વિચારોથી પ્રગતીની તક મળશે લાભ વધશે. શનિવાર વાહન દલાલી તેમજ કમીશનના કામોમાં શ્રેષ્ઠ દિવસ છે. રવિવાર વાણી પર સંયમ રાખવાથી લાભ થાય.

વૃશ્ચિક : સોમવાર તંદુરસ્તીમાં નાની મોટી તકલીફોથી હેરાન થવાશે. મંગળવાર વ્યવસાયમાં ખોટા સમાચારો તેમજ પ્રલોભનોથી બચશો. બુધવાર જાહેર જીવનમાં પ્રતીષ્ઠાને ધક્કો લાગે તેના અનુભવો થાય. ગુરૂવાર ધાર્મીક કામો તેમજ ગુપ્તદાન પણ થાય. શુક્રવાર સરકારી વ્યÂક્તઓ તેમજ શÂક્તશાળી વ્યÂક્તઓની સલાહ લાભદાયક રહેશે. શનિવાર પરિવાર સાથે પીકનીક તેમજ હરવા ફરવાનું આયોજન થાય રવિવાર આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય.

ધનઃ સોમવાર લાંબાગાળાની યોજના તેમજ રોકાણો માટેનો શ્રેષ્ઠ દિવસ છે. મંગળવાર શત્રુઓ પર વિજય તેમજ મોસાળ પક્ષથી લાભ થાય. બુધવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામકાજમાં સફળતા મળશે. ગુરૂવાર આવકની સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધશે. શુક્રવાર વિચારોમાં હકારાત્મકતા તેમજ ઉત્સાહ વધશે. શનિવાર રસ્તે જતા આવતા તેમજ સટ્ટાકીય આયોજનમાં લાભ થાય. રવિવાર આવકનો પ્રવાહ વધતા આનંદ થાય.

મકર : સોમવાર આજનો દિવસ દરેક રીતે શુભ પસાર થાય. મંગળવાર સંતાનોના કામો માટે તેમજ પ્રેમપસંગો માટે શુભ દિવસ. બુધવાર સવાર બપોર અને સાંજ ત્રણે સમયે અલગ અલગ અનુભવ થાય. ગુરૂવાર વાદ વિવાદ વાગવું પડવું વગેરે  અનુભવ થાય. શુક્રવાર કાયદાકિય મુશ્કેલીઓ ઉભી થશે. શનિવાર માનસીક ચિંતાઓમાં વધારો થાય. રવિવાર માનસીક સંયમ જાળવવો જરૂરી છે.

કુંભ : સોમવાર પરદેશ જવાના તમામ પ્રકારના કામો માટે શ્રેષ્ઠ દિવસ છે. મંગળવાર ધંધા વ્યવસાયની દૈનીક આવકમાં વધારો થાય. બુધવાર પરદેશ સાથેના સંબંધોમાં સફળતા મળશે. ગુરૂવા મિત્રો તેમજ સ્નેહીજનો તરફથી ભરપુર મદદ મળશે. શુક્રવાર સરકારી ટેન્ડરો તેમજ સંતાનોના અભ્યાસના કામોમાં સફળતા મળશે. શનિવાર દસ્તાવેજી કામકાજમાં દરેક રીતે ચોકસાઈ રાખીને સહી કરશો. રવિવાર દરેક રીતે તકલીફવાળો દિવસ છે.

મીન : સોમવાર સંતાનો બાબતે ચિંતાવાળો દિવસ છે. મંગળવાર પ્રવાસ તેમજ મુલાકાત માટેનો શ્રેષ્ઠ દિવસ છે. બુધવાર મિત્રો તેમજ પડોશીઓ સાથેના સંબંધો સુધરશે. ગુરૂવાર વાણી અને વર્તનમાં મધુરતા અને ઉત્સાહ જાવા મળશે. શુક્રવાર સરકારી કામકાજમાં ધન લાભ અને લાભ થશે. શનિવાર મિત્રોનો સાથ સહકાર પૂર્ણ રીતે મળશે. રવિવાર જાખમી કામકાજ તેમજ શેર સટ્ટા જેવા કામોથી લાભ થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.