Western Times News

Gujarati News

સંસદમાં લોકસભાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યાઃ ટિન ફેંકી ધૂમાડો છોડ્યો

#ParliamentAttack સંસદ ભવન પર હુમલાની ૨૨મી વરસીના દિવસે જ બૂમો પાડતા વેલમાં ઘુસી આવ્‍યા હતા અને ટીનમાંથી સ્મોક છોડી હતી. 

નવી દિલ્હી, સંસદ ભવન પર હુમલાની ૨૨મી વરસી પર ફરી એકવાર લોકશાહીના મંદિરની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાં કૂદી પડ્‍યા હતા. આ લોકોએ પોતાના જૂતામાં કંઈક છુપાવ્‍યું હતું, જેના કારણે ધુમાડો નીકળવા લાગ્‍યો. Security Breach in parliament on 22nd anniversary of the Parliament Attack.

આ લોકોને પહેલા કેટલાક સાંસદોએ ઘેરી લીધા અને પછી સુરક્ષાકર્મીઓએ પકડી લીધા. આ વ્‍યક્‍તિઓમાંથી એકનું નામ સાગર હોવાનું કહેવાય છે, જે એક સાંસદના પત્ર પર મહેમાન બનીને ઓડિયન્‍સ ગેલેરીમાં આવ્‍યો હતો. બંનેને સંસદ માર્ગ પોલીસ સ્‍ટેશન લઈ જવામાં આવ્‍યા છે. સંસદમાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. આતંકી હુમલા દરમિયાન પણ સુરક્ષા દળોએ આતંકીઓને બહાર રોકયા હતા, જ્‍યારે અંદર કાર્યવાહી ચાલી રહી હતી. Two youths jumped from the audience gallery while the Lok Sabha was proceeding in Parliament: a major security lapse

સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્‍યો છે. આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે શખ્‍સો ગૃહમાં ઘુસી આવ્‍યા હતા અને હોબાળો મચાવ્‍યો હતો. લોકસભાની કાર્યવાહી સ્‍થગિત કરવામાં આવી છે. આજે બુધવારે બે શખ્‍સો કાર્યવાહી દરમિયાન લોકસભામાં ઘૂસી ગયા હતા અને ટીયર ગેસના સેલ્‍સ છોડ્‍યા હતા. તેઓ પણ બૂમો પાડતા વેલમાં ઘુસી આવ્‍યા હતા.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્‍યું કે કે , બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્‍યું, જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધા અને ત્‍યાર બાદ સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા.  ગૃહની કાર્યવાહી બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. આ સુરક્ષા ખામી છે. આજે ૨૦૦૧ સાંસદ હુમલામાં પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્‍યતિથિ છે.

રાજેન્‍દ્ર અગ્રવાલે કહ્યું કે આ લોકો સૂત્રોચ્‍ચાર કરી રહ્યા હતા કે નહીં તે જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ લોકોના ઈરાદા શું હતા તે સ્‍પષ્ટ નથી , પરંતુ તેઓ કોઈક વિચાર કરીને આવ્‍યા હતા. સુરક્ષાકર્મીઓએ આ લોકોને તાત્‍કાલિક પકડી લીધા હતા. આ અંગે કાર્તિ ચિદમ્‍બરમે કહ્યું કે આ એક દુર્ભાગ્‍યપૂર્ણ ઘટના છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સાંસદોની મદદથી આ લોકોને પકડવામાં આવ્‍યા અને પછી સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્‍યા.

સાંસદોએ હિંમત બતાવી અને કાર્યવાહીમાં ઝંપલાવનાર બે લોકોને ઘેરી લીધા તે મોટી વાત છે. સંસદ ભવન સંકુલની અંદર સુરક્ષા ઘ્‍ય્‍ભ્‍જ્‍ના હાથમાં છે અને બહાર દિલ્‍હી પોલીસ તૈનાત છે.  પોલીસે કહ્યું – તેઓ અંદર કેવી રીતે ગયા , સૌથી પહેલા તપાસ થશે.આ ઘટનાથી ખળભળાટ મચી ગયો અને લોકસભાની અધ્‍યક્ષતા કરી રહેલા રાજેન્‍દ્ર અગ્રવાલે તરત જ બપોરે ૨ વાગ્‍યા સુધી કાર્યવાહી સ્‍થગિત કરવાની જાહેરાત કરી.

સંસદની બહાર પકડાયેલા લોકોના હાથમાં સ્‍મોગ ગન હતી, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. દિલ્‍હી પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પહેલો સવાલ એ છે કે આ લોકોને અંદર જવાની પરવાનગી કેવી રીતે મળી. શું લોકસભાની અંદર કૂદી રહેલા લોકો અને બહાર હંગામો મચાવનારા લોકો વચ્‍ચે કોઈ સંબંધ છે? આ બાબતે પણ તપાસ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.