દિલ્હીમાં ગત વર્ષે માર્ગ અકસ્માતોમાં ૧,૪૬૧ લોકોનાં થયેલા મોત
નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે દુનિયામાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકોના મોત થાય છે અને બે કરોડથી પાંચ કરોડ લોકો ઇજાગ્રસ્ત થાય છે. ઘણા ઇજાગ્રસ્તો વિકલાંગ પણ બને છે. 1461 people died in road accidents in Delhi last year
માર્ગ અકસ્માતોના અડધાથી પણ વધારે પીડિતો રાહદારીઓ, સાઇકલસવારો તથા બાઇકર્સ હોય છે, જેના કારણે તેઓ ‘વલ્નરેબલ રોડ યૂઝર’ ગ્રૂપમાં સામેલ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે રાજધાનીમાં વલ્નરેબલ રોડ યૂઝર્સને સમજવા માટે ડેટાનું વિશ્લેષણ કરતો ક્રેશ રિપોર્ટ રજૂ કર્યો છે.
રિપોર્ટમાં માર્ગ અકસ્માતોમાં મોત અને ઇજાઓ માટે જવાબદાર પરિબળો તેમજ દિલ્હીના માર્ગોને સુરક્ષિત બનાવવા માટે લઇ શકાય તેવા પગલાં પણ આવરી લેવાયા છે.
રિપોર્ટ મુજબ રાહદારીઓ, સાઇકલસવારો તથા ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ જોખમ એટલા માટે હોય છે કે માર્ગ અકસ્માતના કિસ્સામાં તેમની પાસે કાર કે હેવી Âવ્હકલની જેમ અકસ્માતની અસરો ઘટાડે તેવું કોઇ રક્ષણાત્મક કવચ નથી હોતું. દિલ્હીમાં ૨૦૨૧માં માર્ગ અકસ્માતોમાં ૧,૨૩૯ લોકોના મોત થયા હતા અને ૪,૨૭૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ૨૦૨૨માં ૧,૪૬૧ લોકોના મોત થયા હતા અને ૫,૨૦૧ ઇજાગ્રસ્ત થયા હતા.
દિલ્હીમાં માર્ગ અકસ્માતોમાં કુલ મોત પૈકી ૪૩% લોકો રાહદારી જ્યારે ૩૮% બાઇકર્સ હતા. આમ, કુલ ૮૧% મૃતકો રાહદારી કે બાઇકર હતા. ૭૮% ઇજાગ્રસ્તો પણ રાહદારી કે બાઇકર હતા. દિલ્હીમાં ૨૦૨૧માં માર્ગ અકસ્માતોમાં ૫૦૪ રાહદારીના મોત થયા હતા અને ૧,૫૩૬ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ૨૦૨૨માં ૬૨૯ રાહદારીના મોત થયા હતા અને ૧,૭૭૭ રાહદારી ઇજાગ્રસ્ત થયા હતા. બાઇકર્સની વાત કરીએ તો ૨૦૨૨માં દિલ્હીમાં માર્ગ અકસ્માતોમાં ૫૫૨ બાઇકરના મોત અને ૨,૨૬૩ બાઇકર ઇજાગ્રસ્ત થયા હતા.
દિલ્હીમાં ૨૦૨૨માં માર્ગ અકસ્માતોના મૃતકો પૈકી ૯૨ ટકા પુરુષો હતા અને તેમાંથી ૮૬ ટકા લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ વયના હતા. સૌથી વધુ મોત ૪૦ વર્ષથી વધુ વયના પુરુષો-સ્ત્રીઓના થયા. ઇજાગ્રસ્તોમાંથી ૭૪ ટકા ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો-કિશોરો જ્યારે ૨૬ ટકા ૧૮ વર્ષથી ઓછી વયની બાળકીઓ-કિશોરીઓ હતી.