માસિક ધર્મ મહિલાના જીવનનો હિસ્સો, દિવ્યાંગતા નથી : સ્મૃતી ઈરાની
નવી દિલ્હી, માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા મળવી જાેઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેની જરૂર જ નથી.
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે હું માનું છું કે પીરિયડ્સ મહિલાના જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે, તે કોઈ દિવ્યાંગતા નથી.
આ રીતે તેમણે સંકેત આપ્યો કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા આપવાની કોઈ પોલિસી ઘડવાની જરૂર નથી.
સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં જ કહ્યું કે એક મહિલા હોવાથી હું કહી શકું છે કે પીરિયડ્સ તેના જીવનચક્રનો સ્વાભાવિક હિસ્સો છે, તે કોઈ દિવ્યાંગતા નથી. જાેકે આજના સમયમાં મહિલાઓ વધુમાં વધુ આર્થિક તકો શોધી રહી છે ત્યારે હું તેના પર મારો વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરવા માગુ છું.
રાજ્યસભામાં રાજદના સાંસદ મનોજ ઝા તરફથી બુધવારે પ્રશ્નકાળ દરમિયાન આ સવાલ પૂછવામાં આવ્યો હતો. મનોજ ઝાએ પૂછ્યું હતું કે ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં બિહાર પ્રથમ રાજ્ય બન્યું હતું જેણે માસિક ધર્મની રજા આપી હતી. તેના પછી કેરળે પણ આવો જ ર્નિણય કર્યો હતો.
રાજદ સાંસદે મંત્રીને પૂછ્યું કે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ફરજિયાત પેડ લીવ આપવાને લઇને શું પગલાં લેવાયા છે?
જેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આપણે એવો કોઈ મુદ્દો ઊભો ન કરવો જાેઈએ કે જેનાથી મહિલાઓને ફક્ત એટલા માટે સમાન તકોથી વંચિત કરવામાં આવે કે જેને માસિક નથી આવતું તે માસિક વિશે એક ખાસ પ્રકારનો અભિપ્રાય ધરાવે છે.
અગાઉ શશી થરુરે પણ આવો સવાલ કર્યો હતો જેને લઈને પણ સ્મૃતિ ઈરાનીએ આવો જવાબ આપ્યો હતો. SS2SS