સેન્સેક્સ ૯૬૯ના ઊછાળા સાથે ૭૧,૪૮૩ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો
મુંબઈ, ભારતીય શેરબજારમાં તોફાની તેજીનો સમય ચાલુ છે. ગુરુવારના બમ્પર ઉછાળા પછી, શુક્રવારે બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટીમાં વધુ એક બમ્પર વધારો નોંધવામાં આવ્યો છે.
બીએસઈસેન્સેક્સ ૯૬૯ પોઈન્ટથી વધુના વધારા સાથે ૭૧,૪૮૩ ના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી ૨૭૪ પોઈન્ટથી વધુના વધારા સાથે ૨૧૪૫૬ ના સ્તર પર બંધ થયો છે.
નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ૪.૫ ટકાનો વધારો નોંધાયો છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ એક ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે મ્જીઈ સ્મોલ કેપ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ નજીવા વધારા સાથે બંધ થયા.
શેરબજારમાં જે શેરોમાં બમ્પર ઉછાળો જાેવા મળ્યો છે તેની વાત કરીએ તો ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલઅને એસબીઆઈના શેરમાં ભારે ઉછાળો નોંધાયો છે.
નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ અને ભારતી એરટેલના શેર શેરબજારના ટોપ લુઝર્સમાં હતા.
મલ્ટિબેગર શેર્સની વાત કરીએ તો, ગુરુવાર-શુક્રવારે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, કજરિયા સિરામિક્સ, કેમ્બાઉન્ડ કેમિકલ્સ, પીએનબી, વોકહાર્ટ લિમિટેડ, ઈન્ડિયન ઓઈલ, ડીપી વાયર્સ અને બંધન બેન્કના શેરમાં વધારો નોંધાયો હતો.
બ્રાન્ડ કોન્સેપ્ટ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, દેવયાની ઈન્ટરનેશનલ અને યુનિ પાર્ટ્સ ઈન્ડિયાના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે સ્ટોવ ક્રાફ્ટ, ઓમ ઈન્ફ્રા, કામધેનુ લિમિટેડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, જિયો ફાઈનાન્શિયલ અને પટેલ એન્જિનિયરિંગના શેર નબળાઈ પર બંધ થયા હતા.
શેરબજારમાં ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચના શેર વધ્યા હતા જ્યારે અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, એસીસી અને એનડીટીવીના શેર નબળાઈ પર બંધ થયા હતા.
વિદેશી રોકાણકારો શેરબજારમાં જાેરદાર ખરીદી કરી રહ્યા છે, જેના કારણે શેરબજાર સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે સાંજે આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા બાદ ગુરુવાર અને શુક્રવારે ૨ દિવસમાં શેરબજારમાં લગભગ ૨૦૦૦ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો છે. SS2SS