ભારતની માત્ર પાંચ ટકા વસતી પાસે જ વીમો છે
નવી દિલ્હી, ભારતની માત્ર ૫ ટકા વસતીની પાસે જ વીમો છે. હજુ પણ દેશની ૯૫ ટકા વસતી વીમાને મહત્વ આપી રહી નથી. આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈન્શ્યોરન્સ એકેડમીના રિપોર્ટ દ્વારા થયો છે.
સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં લોકો વીમા કરાવવાને મહત્વ આપી રહ્યા નથી. આ અસફળતાના કારણે દેશના ૧૪૪ કરોડ લોકોના જીવ અને સંપત્તિ પર સતત જાેખમ બની રહે છે.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન દેવાશીષ પાંડાએ આ રિપોર્ટ જારી કરતા વીમા કંપનીઓને વધુ શ્રેષ્ઠ પ્રયત્નની અપીલ કરી.
રિપોર્ટ અનુસાર દેશની ૯૫ ટકા વસતીની પાસે વીમો નથી. તેથી કુદરતી આફતો અને આબોહવા સંબંધિત અન્ય આપત્તિઓના કારણે જાેખમ મંડરાયેલુ રહે છે. વીમા કંપનીઓએ પોતે પ્રસાર કરવો પડશે.
નિમ્ન અને મધ્યમ આવક વર્ગના ૮૪ ટકા લોકો અને દરિયાકાંઠાના વિસ્તારો, સેકન્ડ અને થર્ડ કેટેગરીના શહેરોના ૭૭ ટકા લોકોની પાસે વીમો નથી. રિપોર્ટ અનુસાર ૭૩ ટકા વસતીની પાસે હજુ સુધી આરોગ્ય વીમો પણ નથી.
આઈઆરડીએઆઈએ ઈન્ડસ્ટ્રીને કહ્યુ કે તેઓ તે પગલા પર ધ્યાન આપે, જેની મદદથી યૂપીઆઈ, બેન્ક એકાઉન્ટ અને મોબાઈલને સમગ્ર દેશમાં ફેલાવવામાં આવી શકે.
પાંડાએ કહ્યુ કે હાઈ રિસ્ક વાળા વિસ્તારોમાં કુદરતી આપત્તિ વીમાને જરૂરી કરવાની જરૂર છે. રિપોર્ટમાં તેની ભલામણ પણ કરવામાં આવી છે. તમામ માટે ઈન્શ્યોરન્સના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે આવુ કરવુ જરૂરી છે.
ભારતમાં હજુ ૩૪ સામાન્ય વીમા કંપનીઓ અને ૨૪ જીવન વીમા કંપનીઓ કામ કરી રહી છે. વીમા ક્ષેત્ર ખૂબ મોટુ છે. આ ૧૫-૨૦ ટકાની ઝડપથી વધી રહ્યુ છે. આઈઆરડીએઆઈ અનુસાર બેન્કિંગ સેવાઓની સાથે વીમા સેવાઓ દેશની જીડીપીમાં લગભગ ૭ ટકાનું યોગદાન કરે છે.
એક સારા પ્રકારે વિકસિત વીમા ક્ષેત્ર આર્થિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. SS2SS