Western Times News

Gujarati News

મહેન્દ્રસિંહ ધોનીના સન્માનમાં સાત નંબરની જર્સી રિટાયર્ડ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની ૭ નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો ર્નિણય કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી.

બીસીસીઆઈએ ભારતીના પૂર્વ સફળ કેપ્ટન એમએસધોનીને વધુ એક સન્માન આપતા મોટો ર્નિણય કર્યો છે જેમાં બોર્ડ હેવે તેની ૭ નંબરની જર્સીને રિટાર્યડ કરી દીધી છે. હવે બીજા કોઈ પ્લેયર ૭ નંબરની જર્સીમાં જાેવા મળશે નહીં.

ધોનીના ભારતીય ક્રિકેટ ટીમ માટે મહાન કાર્યને ધ્યાનમાં રાખી બોર્ડે આ ર્નિણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે માત્ર ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ ત્રણ આઈસીસીટ્રોફી જીતી છે જેમાં ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૧ વર્લ્ડ કપ અને ૨૦૧૩ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક સીરિઝ પણ જીતી હતી.

ભારતીય ક્રિકેટમાં રિટાર્યડ થનારી આ બીજી જર્સી છે, કારણ કે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની ૧૦ નંબરની જર્સીને પણ રિટાર્યડ કરવાનો ર્નિણય લીધો હતો.

બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને જાણ કરી છે કે હવે ૭ અને ૧૦ નંબરની જર્સી હવે ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત અધિકારીએ કહ્યું હતું કે નિયમિત ભારતીય ખેલાડીઓ માટે લગભગ ૬૦ નંબર નક્કી કરવામાં આવ્યા છે.

જાે કોઈ ખેલાડી એક વર્ષ માટે ટીમની બહાર રહે છે તો પણ તેનો નંબર અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવતો નથી. ડેબ્યૂ ખેલાડીઓ પાસે પસંદગી માટે ૩૦ નંબરો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.