Western Times News

Gujarati News

સુર્યકુમારને ઈજા, IPLમાંથી બહાર થાય તેવી શક્યતા

જાેહાનિસબર્ગ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક ટી૨૦ મેચ ગઈકાલે જાેહાનિસબર્ગમાં રમાઈ હતી જેમાં ભારતીય ટીમનો ૧૦૬ રને વિજય થયો હતો અને સીરિઝ ૧-૧થી બરાબર કરી હતી.

આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી, જાે કે ફિલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સાઉથ આફ્રિક સામે ટી૨૦માં કેપ્ટનશીપ કરનાર સૂર્યકુમાર યાદવને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રમાયેલી સીરિઝની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેની ઈજા એટલી ગંભીર હતી કે તે ચાલી પણ શક્તો ન હતો અને તેને મેડિકલ સ્ટાફ તેમજ અન્ય ખેલાડીઓ દ્વારા ઉચકીને મેદાન બહાર લઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવ બહાર જતા રવીન્દ્ર જાડેજાએ કેપ્ટશીપ સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી.

ગઈકાલે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન ટોસ હારી જતા પ્રથમ બેટિંગ મળી હતી જેમાં ટીમે ૭ વિકેટ ગુમાવીને ૨૦૧ રન બનાવ્યા હતા.

ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમીને ૫૬ બોલમાં જ સદી ફટકારી દીધી હતી જેમાં તેણે ૮ છગ્ગા અને ૭ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમારે યશસ્વી સાથે ૭૦ બોલમાં ૧૧૨ રનની પાર્ટનરશિપ કરી હતી.

ભારતની ફિલ્ડિંગ દરમિયાન જ સુર્યકુમાર ઈજાગ્રસ્ત થયો હતો. તે બાઉન્ડ્રી તરફ જતા બોલને રોકવા જતા દોડ્યો હતો અને બોલ ઉપાડવા માટે ઝૂક્યો હતો ત્યારે તેના ડાબા પગની ઘૂંટી વળી જતા પગ મચકોડાય ગયો હતો અને તે મેદાન પર જ બેસી ગયો હતો.

તેની ઈજા એટલી ગંભીર હતી કે તે ચાલી પણ શકતો ન હતો અને તેને ઉચકીને મેદાન બહાર લઈ જવાયો હતો. સૂર્યકુમાર લેટેસ્ટ આઈસીસીટી૨૦ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે અને તેણે ભારતીય ટીમ સાથે અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટી૨૦ સીરિઝ પણ રમવાની છે.

ત્યારબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) રમાશે. આઈપીએલપછી ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પણ રવાની છે પરંતુ તેની ઈજાને જાેતા એવું લાગી રહ્યું છે કે તે આઈપીએલ ૨૦૨૪માંથી બહાર થઈ શકે છે અથવા તો ટૂર્નામેન્ટની વચ્ચે તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જાેડાઈ શકે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.