સુરત એરપોર્ટને હોંગકોંગની પણ એર કનેક્ટિવિટી મળી
સુરત, ગુજરાતના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ એર ક્નેક્ટિવીટીમાં વધારો થયો છે. પહેલા દુબઈની એર ક્નેક્ટિવીટી મળ્યા બાદ હવે સુરત એરપોર્ટને હોંગકોંગની પણ એર ક્નેક્ટિવીટી મળી છે.
સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ થઈ રહ્યા છે. સૌથી પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી દુબઈની ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી હતી, જે ૧૭ ડિસેમ્બરના રોજથી શરૂ થશે. સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઈટ અઠવાડિયામાં ૪ દિવસ ઉડાણ ભરશે.
દુબઈની ફ્લાઇટની જાહેરાત બાદ હવે ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગોની ફ્લાઈટ ડેઇલી હશે જ્યારે એર ઇન્ડિયાની હોંગકોંગની ફ્લાઇટ ત્રણ દિવસ હશે. આ બંને ફ્લાઇટ વાયા દિલ્હી છે. સુરતના આંતરાષ્ટ્રીય પેસેન્જરની હાલાકીમાં ઘટાડો થશે. યુએસ કે યુકે જવા માટે તેમને અન્ય એરપોર્ટ પર જઈ કનેક્ટિવિટી લેવી પડતી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું છે કે, વિકાસની ઉડાન ભરશે સુરત. સુરત એરપોર્ટ પરથી સુરત-દુબઇ-સુરત અને સુરત-હોંગકોંગ-સુરતની બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. આ ફ્લાઇટ શરૂ થતાની સાથે જ સુરતની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા દિવસો બાકી છે. રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે.
આ બધા વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન ૧૧ જાન્યુઆરીથી થશે. SS2SS