Western Times News

Gujarati News

ઊંઝા APMCના વાઈસ ચેરમેનની પેઢી પર GSTએ દરોડા પાડ્યા

ઊંઝા,  APMCની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે.

આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો છે. મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે.

મળતી માહિતી પ્રમાણે, જીએસટી વિભાગે ઊંઝામાં જબરદસ્ત રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, આમાં ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેનની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, અને તેમની પેઢીનું નામ બાલચંદ સોમા છે.

હાલમાં જ ઊંઝા એપીએમસસીના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલની પેઢી ઉપર જીએસટીવિભાગે દરોડા પાડ્યા છે. બાલચંદ સોમા નામની પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.

બાલચંદ સોમા નામની પેઢીના માલિક છે ખુદ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ છે, આ કાર્યવાહીમાં અહીંથી મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહાર મળી આવવાની શક્યતા છે. ગુજરાતમાં ફરી એકવાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આજે સુરત શહેરમાંથી વધુ એક મોટી કરચોરી પકડાયાના સમાચાર સામે આવ્યા છે.

શહેરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં ૧૫ જેટલા ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી ૧.૧૦ કરોડની કરચોરી પકડાઇ છે. સુરતમાં જીએસટી વિભાગે છેલ્લા કેટલાક સમયથી ડ્રાયફૂટ વિક્રેતાઓ પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી કુલ ૧૫ ડ્રાયફૂટ વિક્રેતાઓને ત્યાંથી ૧.૧૦ કરોડની કરચોરી પકડાઇ છે, હાલ જીએસટી વિભાગની તપાસની કામગીર પૂર્ણ થઇ છે.

સુરતમાંથી મિક્સ ડ્રાયફૂટ પર ૧૨%ની જગ્યાએ ૫% ટેક્સ ભરવામાં આવ્યો છે. આની સાથે વેપારીઓની ટુકડાઓ દર્શાવી સારી ક્વૉલિટીના કાજુના વેચાણમાં પણ ગેરરિતી બહાર આવી છે. જીએસટી વિભાગે સુરત શહેર-જિલ્લાના ૧૫ ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા.
દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બેનબરમાં વેચવામાં આવ્યો હતો, અહીંથી મોટાપાયે ખરીદ-વેચાણ અને સ્ટૉકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે.

વેપારીઓએ ખૂબ નજીવું વેપારનું બિલીંગથી બતાવી મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને ત્યાં કાપી નાંખ્યો હતો. ખાસ વાત છે કે, સુરત શહેરના નાનપુરા, ઘોડદોડ રોડ, વરાછા, ભાગળ, ઝાંપાબજાર સહિતનાં વેપારીઓને વરુણીમાં લેવામાં આવ્યા હતાં. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.

દિવાળી, ધનતેરસ, છઠ્ઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં જીએસટીકલેક્શનમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. નવેમ્બર ૨૦૨૪માં જીએસટીકલેક્શન રૂ. ૧.૬૮ લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૧૫ ટકા વધુ છે.

જાેકે, ઓક્ટોબર ૨૦૨૩ની સરખામણીએ નવેમ્બરમાં જીએસટીકલેક્શનમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીકલેક્શન ૧.૭૨ લાખ કરોડ રૂપિયા હતું.

નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર ૨૦૨૩માં કુલ જીએસટી કલેક્શન રૂ. ૧,૬૭,૯૨૯કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. ૧,૭૨,૦૦૩કરોડ હતું. ડેટા અનુસાર, જીએસટીરૂ. ૩૦,૪૨૦ કરોડ, જીએસટીરૂ. ૩૮,૨૨૬ કરોડ, જીએસટીરૂ. ૮૭,૦૦૯ કરોડ હતુ.

ગયા મહિને જીએસટી કલેક્શન રૂ. ૯૧,૩૧૫ કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. ૧૨,૨૭૪ કરોડ થયું છે, જેમાંથી રૂ. ૧૦૩૬ કરોડ આયાતી માલ પર એકત્ર થયા છે.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૨૨ની સરખામણીમાં નવેમ્બર ૨૦૨૩માં જીએસટીકલેક્શનમાં ૧૫ ટકાનો ઉછાળો આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આ છઠ્ઠી વખત છે જ્યારે જીએસટીકલેક્શન રૂ. ૧.૬૦ લાખ કરોડથી વધુ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન કુલ જીએસટીકલેક્શન ૧૧.૯ ટકા વધીને ૧૩,૩૨,૪૪૦ કરોડ રૂપિયા થઈ ગયું છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કુલ જીએસટીકલેક્શન ૧૧,૯૦,૯૨૦ કરોડ રૂપિયા હતું.

આ આઠ મહિનામાં સરેરાશ જીએસટીકલેક્શન દર મહિને ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ૨૦૨૨-૨૩ના સમાન સમયગાળામાં સરેરાશ રૂ. ૧.૪૯ લાખ કરોડ હતી. આ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટીકલેક્શન રૂ. ૧,૮૭,૦૩૫કરોડ હતું, જે વિક્રમજનક છે.

આ પછી મે અને સપ્ટેમ્બર વચ્ચે થોડો ઘટાડો થયો હતો. નાણા મંત્રાલયે જીએસટી કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ નવેમ્બર ૨૦૨૩માં કુલ જીએસટી કલેક્શન રૂ. ૧,૬૭,૯૨૯કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરના અગાઉના મહિનામાં રૂ. ૧,૭૨,૦૦૩કરોડ હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.