ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદે ખેડૂતોનો વિરોધ
રાજકોટ, રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદ્દે સતત બીજા દિવસે વિરોધ નોંધાયો છે.
જેમાં વિરોધ કરી રહેલા ૭ થી ૮ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે.રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદ્દે સતત બીજા દિવસે વિરોધ નોંધાયો છે.
જેમાં વિરોધ કરી રહેલા ૭ થી ૮ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. તો ગઈકાલના રોજ માર્કેટ યાર્ડમાં ૫૫૦૦૦ ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો. માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી કર્યો વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યુ છે.
તેમજ માર્કેટ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો લાગી હતી. તો સરકાર અને માર્કેટ યાર્ડ સતાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે.
તો બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સતાધીશો ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની પણ ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે. SS3SS