નંદાસણમાં તસ્કરો રાત્રી દરમિયાન સોસાયટીમાંથી રિક્ષા ઉઠાવી ગયા

મહેસાણા, મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં તસ્કરોએ ત્રાસ ગુજારી મુક્યો છે. મહેસાણાના કડી વિસ્તારમાં બે તસ્કરો રિક્ષાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હવે નંદાસણ પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
તસ્કરો રિક્ષા ચોરી કરી જવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે અને જેને આધારે રિક્ષા ચોરનાર શખ્શો સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરી છે.તસ્કરોએ શિયાળામાં ત્રાસ કરાવી મુક્યો છે. મહેસાણા જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે.
આ દરમિયાન મહેસાણાના કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં તસ્કરોએ રિક્ષાની ચોરી આચરી હતી. રાત્રીના સમયે તસ્કરોએ અલ શીફા સોસાયટીમાં તસ્કરો આવીને રિક્ષાનું લોક તોડી નાંખ્યું હતુ.
લોક તોડીને બંને તસ્કરોએ રિક્ષાના અવાજથી કોઈ જાગી ના જાય એ માટે ધીરે ધીરે ધક્કો મારીને સોસાયટીથી દૂર લઈ ગયા હતા અને ત્યાર બાદ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને જેને લઈ નંદાસણ પોલીસે હવે તપાસ શરુ કરી છે. નંદાસણ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટના થોડાક સમય પહેલા પણ સામે આવી હતી. SS3SS