અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ
અમદાવાદ, અમદાવાદમાં ૯૭ કરોડમાં બનેલા અને હજુ ૧૦ મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિજ પર ગાબડા પડતા SITને સોંપાયેલી તપાસના રિપોર્ટને આધારે આજથી પાંચ દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજ ખુલ્લો મુકવાના ચાર જ મહિનામાં ગાબડું પડતા ઔડાએ સુરતની એસવીએનઆઈટી પાસે તપાસ કરાવી હતી. જેમાં બ્રિજના રોડમાં હલકી ગુણવત્તાના ડામર વાપરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ સાથે જ બ્રિજની રાઈડિંગ સરફેસ યોગ્ય ન હતી તથા રેતીના મિશ્રણની મિક્સ ડિઝાઈન પણ ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ ન હતી. એટલું જ નહીં ગ્રેડેશન ચેક કરતા તેમાં પણ તફાવત જોવા મળ્યો છે. જેથી સનાથલ બ્રિજની ઉપર ડામરનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી આજથી ૨૧ ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ કરવામાં આવશે.SS1MS