સીએસકેએ રોહિતના માનમાં વીડિયો શેર કરી સન્માન આપ્યું
મુંબઈ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માએ અચાનક હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવીને સૌને ચોંકાવી દીધા છે. રોહિત આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. રોહિતે આઈપીએલમાં સૌથી પહેલા ૫ વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
હવે રોહિતને કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટનના સન્માનમાં એક ખાસ વીડિયો શેર કર્યો છે.
ચેન્નઈની ટીમે રોહિત પ્રત્યે સન્માન વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વર્ષ ૨૦૧૩થી લઈને વર્ષ ૨૦૨૩ સુધી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની તસવીરો બતાવવામાં આવી છે.
વીડિયોમાં સામેલ તસવીરો ટોસના સમયની છે, જ્યારે બંને કેપ્ટન મેચ પહેલા ટોસ માટે જતા હતા.
મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જાેડાતા પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી રહ્યો હતો.
પરંતુ અચાનક તે ગુજરાત ટાઇટન્સ છોડીને આઈપીએલ ૨૦૨૪ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાઈ ગયો. જાે કે હાર્દિકે વર્ષ ૨૦૧૫માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. તે વર્ષ ૨૦૨૧ સુધી મુંબઈની ટીમમાં હતો.
પરંતુ આઈપીએલ ૨૦૨૨માં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઈટન્સની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો અને ટીમની કમાન પણ હાર્દિકને સોંપી હતી અને તેણે પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી.
ગુજરાતની ટીમ આઈપીએલ ૨૦૨૩માં ફરી એકવાર ફાઈનલમાં પહોંચી પરંતુ આ વખતે તે ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ રહી ન હતી.
હાર્દિક પંડ્યા મુંબઈ સાથે જાેડાશે આવા અહેવાલો પહેલા જ આવવાના શરુ થઇ ગયા હતા. પરંતુ હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે આવી કોઈ અટકળો ન હતી. SS2Ss