Western Times News

Gujarati News

મેચ દરમિયાન મેદાનમાં જ ભારતીય મૂળના ક્રિકેટરનું મોત

નવી દિલ્હી, ક્રિકેટના મેદાન પર માત્ર રમત જ નહીં અકસ્માતો પણ થયા કરે છે. કારણ કે આ રમત જેટલી રોમાંચક અને મનોરંજક છે એટલી જ ઘાતક અને જાેખમી પણ છે. ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે.

આમાં ખેલાડીઓને ઈજા પહોંચવાની શક્યતા રહેલી છે. પરંતુ ક્યારેક આ ઈજા જીવલેણ પણ સાબિત થઇ શકે છે. જેના કારણે ખેલાડીઓ મેદાનમાં જ મૃત્યુ પામે છે. શુક્રવારે પણ કંઈક આવું જ બન્યું જ્યારે એક ભારતીય ખેલાડી મેચ દરમિયાન અચાનક મેદાન પર પડી ગયો અને તેનું મોત નીપજ્યું.

આ ઘટના એટલી ચોંકાવનારી છે કે જેણે પણ જાેયું તે ચોંકી ગયું. ઓમાનમાં ‘ફ્રાઈડે મોર્નિંગ ફ્રેન્ડલી લીગ’ નામની ટૂર્નામેન્ટ રમાઈ રહી હતી. જેમાં ધનેશ માધવન નામનો ૩૮ વર્ષનો ખેલાડી ફાઈટર્સ ટીમ વતી મેચ રમી રહ્યો હતો.

પછી ફિલ્ડિંગ કરતી વખતે તે અચાનક પડી ગયો અને હોસ્પિટલ લઈ જવાયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, ધનેશની પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર ભારતમાં રહે છે. સાલ ફાઈટર્સ મિસ્ફાહ ટીમના કેપ્ટન શ્રીજશે દુઃખદ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, “તે એક કુશળ ખેલાડી હતો અને અમારી ટીમ માટે સક્રિય ઓલરાઉન્ડર હતો.

તે છેલ્લા ઘણા સમયથી શુક્રવારે તેમની ટીમ માટે રમી રહ્યો હતો. અમે સામાન્ય રીતે ટેનિસ બોલની સાથે ૧૬ ઓવરની મેચ રમીએ છીએ. શુક્રવારે તેણે બેટિંગ અને બોલિંગ કરી હતી. મેદાન પર પોઝીશન લેતી વખતે તે અચાનક નીચે પડી ગયો હતો.’

શ્રીજેશે આગળ કહ્યું, ‘પહેલા તો અમને લાગ્યું કે તેને ચક્કર આવી રહ્યા છે. અમે તેને તરત જ મિસ્ફાહની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. કમનસીબે તે બંધ હતું તેથી અમારે તેને ગુભરાની મોટી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને સીપીઆ આપવામાં આવ્યું છે, તો શ્રીજેશે કહ્યું, “અમારી પાસે આ વિશે વધુ માહિતી નથી. તેઓ ચક્કર આવવાને કારણે પડી ગયાનું વિચારીને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.”

તેમણે કહ્યું કે તે ખૂબ જ કમનસીબ હતું કારણ કે તે નિયમિત સાપ્તાહિક લીગ મેચો દરમિયાન ફિટ દેખાતો હતો. ધનેશ ગાલ્ફાર એન્જિનિયરિંગ અને કોન્ટ્રાક્ટિંગ કંપનીના રેડિમિક્સ વિભાગમાં કામ કરતો હતો. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.