ઐશ્વર્યા સહિત પરિવારના સભ્યોએ આરાધ્યાની એક્ટિંગના વખાણ કર્યા

મુંબઈ, આજકાલ બોલીવુડમાં અને સિનેમા પ્રેમીઓમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડાની અટકળોએ જાેર પકડયું છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ઐશ્વર્યા હવે બચ્ચન પરિવાર સાથે રહેતી નથી અને ઘરની બહાર નીકળી ગઈ છે.
પરંતુ આ દરમિયાન તેમની દીકરી આરાધ્યા પણ ચર્ચામાં છે. આરાધ્યા બચ્ચન હિન્દી સિનેમાના મોટા સ્ટાર્સ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી છે. તેથી અભિનય તેના સ્વભાવમાં છે.
તેણે સ્કૂલ નાટકમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઐશ્વર્યા રાય સહિત પરિવારના તમામ સભ્યોએ આરાધ્યાની એક્ટિંગના ભરપેટ વખાણ કર્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં ઐશ્વર્યા અને અભિષેક એક સ્કૂલ ઈવેન્ટમાંથી બહાર આવતા જાેવા મળી રહ્યા છે. તે બંને પોતાની પુત્રી સાથે કારમાં ઘરે જતા જાેઈ શકાય છે. જાેકે ઐશ્વર્યા અને આરાધ્યા કારની પાછળની સીટ પર બેઠા છે. જ્યારે અભિષેક બચ્ચન પેસેન્જર સીટ પર છે.
વીડિયોમાં ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાને પ્રેમથી કિસ કરતી જાેવા મળી રહી છે. આરાધ્યા બચ્ચનના પર્ફોર્મન્સનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કૂલ ફંક્શનમાં એક નાટકમાં શાનદાર રીતે ડાયલોગ્સ બોલતી જાેઈ શકાય છે.
ઐશ્વર્યા અને અભિષેક ઉપરાંત તેના દાદા અમિતાભ બચ્ચને પણ સ્ટાર કિડનું મનોબળ વધારવા માટે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘હું જલ્દી જ તમારી પાસે પાછો આવીશ. હું આરાધ્યાની સ્કૂલના કોન્સર્ટમાં વ્યસ્ત છું.
તે અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. પુત્રી સ્ટેજ પર એકદમ સહજ લાગતી હતી તે હવે બાળક નથી. બચ્ચન પરિવાર ગયા અઠવાડિયે અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સ્ક્રિનિંગમાં એકત્ર થયો હતો.
ઐશ્વર્યા રાય તેના ભાણીયાની ફિલ્મના વખાણ કરતી જાેવા મળી હતી. તેણે ફિલ્મને શાનદાર ગણાવી હતી અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી. SS1SS