દેશમાં કોરોનાના ૩૩૫ નવા કેસ, પાંચ જણાનાં મોત થયા
નવી દિલ્હી, વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના ૩૩૫ નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં કેરળમાં ચાર અને એક ઉત્તર પ્રદેશમાં થઈ છે ત્યારે કેરળના મંત્રીએ કહ્યું હતું કે ચિંતાની વાત નથી પણ સતર્ક રહેવું જરુરી છે.
કોરોના વાયરસે એક મહામારી બનીને વિશ્વની આરોગ્ય સિસ્ટમ અને અર્થતંત્રને તોડી નાખ્યું હતું ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસના ૩૩૫ નવા કેસ સામે આવતા ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમણથી દેશમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.
અને નવા ૩૩૫ કેસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧,૭૦૧ થઈ ગઈ છે. આ માહિતી મુજબ કોરોના વાયરસથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૬૯,૭૭૯ થઈ ગઈ છે અને રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે. કોરોના સંક્રમણથી મૃત્યુદર ૧.૧૯ ટકા છે જ્યારે રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક અધિકારીના જણાવ્યા અનુસાર કેરળમાં કોરોનાના સબ વેરિયન્ટ જેએન.૧નો એક કેસ સામે આવ્યો હતો જેમાં ૭૯ વર્ષની એક મહિલામાં વાયરસ જાેવા મળ્યો હતો.
આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે કહ્યું હતું કે આ કેસ ૮ ડિસેમ્બરે તિરુવનંતપુરમ જિલ્લામાં કારાકુલમમાં જાેવા મળ્યો હતો. આ મહિલા ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ)ના હળવા લક્ષણો હતા.
દેશમાં કોરોનાને કારણે પાંચ મોત થયા છે જેમાં ચાર કેરળમાં થયા છે ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જએ ક્હ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ જેએન.૧ એ એક સબ વેરિયન્ટ છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી, જાે કે મંત્રીએ એ લોકોને સતર્ક રેહવા સૂચના આપતા કહ્યું હતું કે જે લોકોને અન્ય ગંભીર બીમારી છે તે લોકોએ સાવચેતી રાખવી જાેઈએ. તેમણે કહ્યું હતું કે કોરોનાનો સબ વેરિયન્ટ દેશના અન્ય ભાગોમાં પણ મોજૂદ છે. SS2SS