સંતરામપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ૧૧૪ દારુની બોટલ ઝડપાઇ

મહીસાગર, સમગ્ર વિશ્વની જેમા ગુજરાતમાં પણ ૩૧ ડિસેમ્બરની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. જાે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી દારુની છોળો સાથે આજના યુવાનો કરે તે માટે બુટલેગરો મથતા હોય છે.ત્યારે બીજી તરફ પોલીસ પણ સતર્ક બની છે. ૩૧ ડિસેમ્બર પહેલાં જ દારૂની હેરાફેરી થતી પોલીસે ઝડપી લીધી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ૧૧૪ દારુની બોટલ ઝડપાઇ છે.સંતરામપુરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી કારમાંથી ચોર ખાનામાં સંતાડી લઈ જવાતો દારુ ઝડપાયો છે. બ્રેક લાઈટમાં તેમજ સીટની નીચેના ભાગમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમાંથી પોલીસે વિદેશી દારૂની ૧૧૪ બોટલ ઝડપી પાડી છે.
પોલીસે ૩ લાખથી વધુના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભિયારામ દેવરામ ચૌધરી રાજસ્થાનનો રહેવાસી છે. આરોપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ લઈ જતો હતો. SS3SS