નિશિગંધાને સ્વર્ગિય અભિનેતા ઇરફાન ખાન પાસેથી પ્રેરણા મળી હતી

રબ સે હૈં દુઆના ચાલી રહેલા ટ્રેક માટે અનુભવી અભિનેત્રી
ઝી ટીવીનો રબ સે હૈં દુઆએ બીજા લગ્ન માટે તેના પતિની વિનંતી પર પ્રશ્ન ઉઠાવતી સ્ત્રીની અલગ જ વાર્તા સાથે દર્શકોના દિલમાં પ્રવેશ કર્યો છે. દુઆ (અદિતિ શર્મા), હૈદર (કરણવિર શર્મા) અને ગઝલ (રિચા રાઠૌર) સહિતના પાત્રો સાથેની સાંકળતી વાર્તા અને મજબૂત પાત્રોની સાથે શોએ દર્શકને સીટ પર જકડી રાખ્યા છે.
તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે ગઝલ હૈદરની માતા હીના (નિશિગંધા વાદ)ને મારવા પ્રયત્ન કર્યો છે, પણ કોઈને કોઈ રીતે અખ્તર પરિવાર તેને બચાવી લે છે. જો કે, હવે, હીનાએ શોર્ટ- ટર્મ મેમરી લોસથી પિડાય છે, સમગ્ર પરિવારએ તેની યાદ શક્તિને પાછી લાવવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે.
શોના દરેક કલાકારો તેમનું પાત્ર સ્ક્રીન પર કરવા માટે પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે, ત્યારે અભિનેત્રી નિશિગંધા વાદએ તેના હીનાના પાત્રને કરવા માટે થોડો વધારો પ્રયત્ન કર્યો છે, સ્વર્ગિય ઇરફાન ખાનના મૂવીને જોયા છે, જેથી કરીને તે હાલના ચાલી રહેલા પાત્રને વધુ સારી રીતે કરી શકે, સીનમાં અધિકૃતતા લાવવા તથા વાર્તાને પૂરતો ન્યાય આપવા તેને પિકુ અને કારવા જેવા મૂવી જોયા છે, આટલા સારા ‘માસ્ટર ઓફ મેથડ એક્ટિંગ’થી વધુ સારો શિખવાનો વિકલ્પ બીજો શું હોય શકે?
નિશિગંધા વાદ કહે છે, “આ શો માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, મને મારા અભિનયમાં વિવિધતા લાવવાનો મોકો મળ્યો છે. જ્યારે મને ક્રિએટિવ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે, મારે આગામી એપિસોડમાં શોર્ટ-ટર્મ મેમરી લોસ જેવું પાત્ર કરવાનું છે તો હું તેને સ્ક્રીન પર રજૂ કરવા ખૂબ જ ઉત્સાહિત છું. તેને યોગ્યતાથી રજૂ કરવું તથા મારા અંગત અનુભવને પાત્રમાં ઉતારવા જરૂરી હતી અને તેને સ્ક્રીન પર રજૂ કરવા માટે મારે પ્રસિદ્ધ અભિનેતા ઇરફાન ખાનની કેટલીક ફિલ્મો જોવી પડી,
જેથી કરીને હું તેમના કામ જેવું કામ કરી શકું. તેઓ ‘માસ્ટર ઓફ મેથડ એક્ટિંગ’ કહેવાતા અને હંમેશા એક પ્રેરણાદાયી બની રહ્યા છે. મને મારા ડિરેક્ટર અને ક્રિએટિવ ટીમનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે, આશા રાખું છું કે, દર્શકો પણ મારા આ નવા ટ્રેકને પસંદ કરશે.”
નિશીગંધાએ આ સિકવન્સના શૂટિંગમાં તથા કંઈક નવું શિખવામાં સારો સમય વિતાવી રહી છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું હૈદર અને દુઆએ હીનાને તેની યાદશક્તિ પાછી લાવવામાં સફળ થશે. કે ગઝાલાએ પરિસ્થિતિનો લાભ લઇને અખ્તર પરિવારની મિલ્કત હડપ કરી શકશે?