પેટ કમિન્સ IPLમાં રૂા..ર૦.પ૦ કરોડમાં હૈદરાબાદ સાથે જાેડાયો
મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનનું ઓક્શન દુબઈમાં શરૂ ગયું છે. હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના માટે ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુએ બિડિંગ કર્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝનો T20 કેપ્ટન રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નઈએ માત્ર રૂ. 1.80 કરોડમાં ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રનો સમાવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બિડિંગ વોર શરૂ થઈ. મુંબઈએ રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ સાથે શરૂઆત કરી હતી, તેઓએ રૂ. 5 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી બેંગલુરુ અને ચેન્નઈમાં બોલી યુદ્ધ થયું. બંને ટીમને કેપ્ટનની જરૂર છે. ચેન્નઈએ 10 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી. બેંગલુરુ અને હૈદરાબાદે રૂ. 20 કરોડ સુધીની બોલી લગાવી હતી. આખરે હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
સેટ-2માં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાની ખરીદીએ સૌને ચોંકાવી દીધા હતા. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે ODI વર્લ્ડ કપમાં હીરો રહેલા ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નઈએ પણ તેના માટે બોલી લગાવી હતી. હેડની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. હેડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ફિફ્ટી અને ફાઈનલમાં ભારત સામે સદી ફટકારી હતી.