અયોધ્યામાં રોજ 25 હજાર જેટલા ભકતોને અઢી મહિના સુધી મફત ભોજન અપાશે
દેશના વિવિધ રાજયોમાંથી દાનમાં અનાજનો ધોધ પહોંચી રહયો છે
(એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં રામ મંદીર બાંધકામ અંતીમ તબકકામાં છે. રર જાન્યુઆરીએ ઉદ્ઘાટન અગાઉ તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્રે ટ્રસ્ટને ૪પ સામુદાયીક રસોડા માટે મોટી માત્રામાં અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોચવાનું શરૂ થઈ ગયું છે. જેમાંથી અયોધ્યામાં જાન્યુઆરીથી માર્ચના મધ્ય સુધી દરરોજ લગભગ રપ,૦૦૦ ભકતોને મફત ભોજન આપવામાં આવશે.
આ વસ્તુઓ દેશભરમાંથી ભકતો દ્વારા મોકલવામાં આવી રહી છે. પ્રાપ્ત થયેલી તમામ જરૂરી વસ્તુઓનો રામસેવકપુરમ ખાતે સંગ્રહ કરવામાં આવી રહયો છે. સામુદાયીક રસોડા આ મહીનાના અંત સુધીમાં કામ કરવાનું શરૂ કરશે, કારણ કે ટ્રસ્ટને અયોધ્યામાં દરરોજ લગભગ બેબ થી ચાર લાખ આવવાની અપેક્ષા છે, જયારે પવીત્ર વિધીના એઅક દિવસ પછી ર૩ જાન્યુઆરીએ રામ મંદીર ભકતો માટે ખોલવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા ઓકટોબરમાં અપીલ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને લોટ, ઘઉ, કઠોળ, સરસવનું તેલ મસાલા અને દવાઓ ટ્રસ્ટને દાનમાં આપવામાં કહેવામાં આવ્યું હતું જેનો ઉપયોગ રામ મંદીરના ઉદ્ઘાટન સમારોહ માટે અયોધ્યામાં આવતા ભકતો માટે કરવામાં આવશે તે પછી આ વસ્તુઓનો પ્રવાહ શરૂ થયો હતો.
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર તેને આસામ અને દક્ષીણ ભારતમાંથી ચા અને મસાલા, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોખા, કાનપુર અને ગોડામાંથી ખાંડ, હરીયાણા અને મધ્ય પ્રદેશમાંથી ચોખા મળ્યા છે. વિશ્વ હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લગભગ ૩૦૦૦ સ્વયંસેવકો ર૦ ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોચશે અને તેમને અભીષેક સમારોહ સાથે સંબંધિત કાર્યક્રમોની જવાબદારી સોપવામાં આવશે.
વોશીગ્ટન અમેરીકામાં વસવાટ કરતાં હિન્દુ સમુદાયના લોકોએ આગામી વર્ષે અયોધ્યામાં યોજાનાર રામમંદીર ઉદ્ઘાટન સમારોહના આનંદમાં વોશીગ્ટનના સબર્બમાં કાર રેલીનું આયોજન થયું હતું. હિન્દુ સમુદાયના લોકો ફેડરીક સીટી મેરીલેન્ડની પાસે અયોધ્યયામાં શ્રીભકત અંજનેય મંદીરમાં એકત્ર થયા અને આ રેલીનો સાથે જ ભારતમાં રામ મંદીરના નિર્માણની ખુશીમાં મહીનાભરના કાર્યક્રમોની શરૂઆત થઈ છે. ઉત્સવોમાં રામલીલાનું આયોજન કરશે શ્રી રામકથા સંભળાવશે, શ્રી રામની પુજા કરાશે.