જામિયાના 50 વિદ્યાર્થીઓની મુક્તિ બાદ શાંતિ
નવી દિલ્હી, દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા જામિયા મિલિયાના પચાસ વિદ્યાર્થીઓને આજે સવારે છોડી મૂકતાં જામિયા મિલિયાના વિદ્યાર્થીઓએ પોતાનું નાગરિકતાના નવા કાયદા સામેનું પોલીસ વડા મથક સામે આદરેલું આંદોલન સમેટી લીધું હતું એવું જાણવા મળ્યું હતું. પાટનગર નવી દિલ્હીમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી હોવાનું કહેવાય છે. તમામ મેટ્રો રેલ્વે સ્ટેશનો આજે સોમવારે સવારે ખોલી નાખવામાં આવ્યા હતા.
જો કે હજુ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કડક બંદોબસ્ત ચાલુ રાખ્યો હતો. નાગરિકતા અંગેના નવા કાયદામાં મુસ્લિમોને બાકાત રખાયા એના વિરોધમાં દિલ્હી અને મુંબઇમાં આંદોલન થયુ ંહતું. મુંબઇનું આંદોલન જો કે શાંત રહ્યુ ંહતું જ્યારે દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી. અલબત્ત, દિલ્હીના ઇશાન વિસ્તારની સ્કૂલો પાંચ જાન્યુઆરી સુધી બંધ રાખવાની જાહેરાત દિલ્હી સરકારે કરી હતી.