અમોલ પાલેકર રાજેશ ખન્ના-અમિતાભને પણ ફેલ કરી દેતો
મુંબઈ, બોલિવૂડમાં આવતા દરેક કલાકાર એવી આશા રાખે છે કે ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યા બાદ એક દિવસ મોટો સ્ટાર બનશે. રાત-દિવસ મહેનત કર્યા બાદ આ મહેનત સફળ થાય છે, તો ક્યારેક વર્ષો સ્ટગલ કર્યા પછી પણ મંઝિલ હાંસલ નથી કરી શકતા અને જે મંઝિલ હાંસલ કરે છે તો અમુક તો સ્ટારડમને સ્થિર રાખી શકે છે અને અમુક ઘમંડમાં ખુદ બર્બાદ કરી લે છે.
બોલિવૂડનો એક સ્ટાર, જેના દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને પછાડી દેશે. પરંતુ, શાંત સ્વભાવને કારણે આ એક્ટરને તેના ઈગોએ બર્બાદ કરી દીધો. બોલિવૂડનો આ એક્ટર ઑફબીટ ફિલ્મના સ્ટાર રહ્યાં, પોતાના શાંત અને સહજ અભિનયથી લોકોનું મન મોહી રહ્યા.
તેના બોલવાની સ્ટાઈલ, કોમેડી કરવાની રીત અને ઈમોશનલ કરી દેવાનો અંદાજ પણ એવા જ દર્શકોની આંખોમાં આંસુ આવી જાય છે. પોતાના આ અંદાજના કારણે તેને ‘સિચુવેશનલ કોમેડી કિંગ’ કહેવામાં આવ્યો હતો.
શું તમે સમજી શકો છો કે આમે કયા એક્ટરની વાત કરી રહ્યા છીએ, જાે ન તો ચાલો જણાવી દઈએ કે આ સ્ટાર કોણ છે જે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા સ્ટાર્સને પણ ટક્કર આપી શકતો હતો.
બોલિવૂડે ઘણાં એવા સ્ટાર્સ ખોઈ દીધા, જેણે ક્યારેક પોતાના અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતાં. જાેકે, સમયની રફતારે તેના કરિયરને બદલી દીધો હતો. આવો જ હાલ ૭૦-૮૦ના દાયકાના ફેમશ એક્ટર અમોલ પાલેકર કરી રહ્યા છે.
ખૂબ જ શાંત દેખાતા આ એક્ટરને ખૂબ જ ઘમંડ હતો. તેઓએ પોતે જ કીધું હતું કે તેને ઘણી સારી ફિલ્મો મળી પરંતુ અમુક તેણે પોતે જ ઘમંડના કારણે છોડી દીધી હતી. મુંબઈમાં જન્મેલા અમોલે અભિનયમાં પ્રવેશતા પહેલા થિયેટરમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું.
૧૯૭૦ના દાયકામાં, તેમણે તેમના સરળ અભિનય દ્વારા પ્રખ્યાત થવાનું શરૂ કર્યું. ૭૦-૮૦ના દાયકામાં તેણે શર્મિલા ટાગોર, રેખા, પરવીન બીબી, શબાના આઝમી, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજ બબ્બર અને સંજીવ કુમાર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે એક પછી એક ફિલ્મો કરી.
અમોલ હિન્દી ઉપરાંત મરાઠી સિનેમામાં પણ પ્રખ્યાત હતો. જાે કે, એક સમય એવો આવ્યો જ્યારે તેને ઓછી ફિલ્મો મળવા લાગી અને ધીરે ધીરે તે એક્ટિંગથી દૂર થવા લાગ્યો. પોતાની ફિલ્મી કરિયરની સફર અંગે અમોલે કહ્યું હતું કે એવું નથી કે તે ફિલ્મો કરવા માંગતો ન હતો, પરંતુ તે કોઈની પાસે ફિલ્મ માંગવા નહોતો ઈચ્છતો.
તેણે કહ્યું હતું કે એકવાર ડિરેક્ટર બાસુ ચેટર્જીએ તેને ફિલ્મોની ઓફર કરી હતી, જે રાજશ્રી બેનકરની હેઠળ બની હતી. જાેકે, તેણે ફિલ્મને એમ કહીને ના પાડી દીધી કે તે કોઈપણ ફિલ્મના નિર્માતાને મળવા માટે લાઈનમાં ઉભા રહેવા નથી માંગતો. SS1SS