CAA : રાજ્યમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ખદેડાશે!
અમદાવાદ : દેશની સંસદ અને રાજ્યસભામાં પસાર થઈ અને તાજેતરમાંજ કાયદાના સ્વરૂપે અમલમાં આવેલા સિટિઝન્સ અમેન્ડમેન્ડ ઍક્ટની ગુજરાતમાં અમલવારી કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. રાજ્યમાં આ કાયદાના અમલ કરતા ગેરકાયદેસર વસવાટ કરી રહેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ખદેડાશે. જોકે, આ કાયદા મુજબ જેતે દેશના લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે એટલે આ નાગરિકોમાં પાકિસ્તાનનાં અને બાંગ્લાદેશના લધુમતી જે બિન મુસ્લિમ સમુદાય હશે તેમને નાગરિકતા મળી જશે.
સિટિઝન્સ અમેન્ડમેન્ડ ઍક્ટનો ગુજરાતમાં અમલ કરવા માટે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની માહિતી એકત્ર કરવા માટે ગૃહ વિભાગે પોલીસને સૂચના આપી છે. ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર રહેતા નાગરિકોની ગણતરી હાથ ધરી અને તેનો રિપોર્ટ દેશના ગૃહ વિભાગને સોંપવામાં આવશે