લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરાયા
નવી દિલ્હી, સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે.
અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ ૧૪૩ સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે. વિપક્ષની માગણી છે કે, સંસદમાં થોડા દિવસ પહેલા ઘૂસણખોરી થઈ હતી, સ્મોક એટેક થયો હતો.
સંસદની સુરક્ષામાં ખામી મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બન્ને ગૃહોમાં આવીને નિવેદન આપે અને વિપક્ષને ચર્ચાની તક આપવામાં આવે. આ માગણીઓને લઈને મંગળવારે પણ સંસદના બન્ને ગૃહમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.
પરિણામે કોંગ્રેસના મનીષ તિવારી, કાર્તિ ચિદંબરમ, શશિ થરૂર, બસપાએ સસ્પેન્ડ કરેલા દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપાના ડિંપલ યાદવ અને એસટી હસન, ટીએમસીના માલા રોય, આપના સુશીલ કુમાર રિંકૂ તેમજ ફારુક અબ્દુલ્લા સહિત કુલ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
૧૩ તારીખે લોકસભામાં બે યુવકો પ્રવેશ્યા હતા તેમણે વિઝિટર્સ ગેલરીથી છલાંગ લગાવી હતી અને સંસદમાં સ્મોટ એટેક કર્યો હતો. જેનાથી સંસદની અંદર પિળા રંગનો ધુમાડો ફેલાઈ ગયો હતો. સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે વિપક્ષ પાંચ દિવસથી હોબાળો મચાવી રહ્યો છે. SS2SS