ભાઇકાકા યુનિવર્સિટી ખાતે “પ્રસુતિ બાદની ગંભીર સ્થિતિ” વિષય પર CME યોજાઇ
ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ઇર્મજન્સી મૅડિસિન વિભાગ અને આૅબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલાજી વિભાગ દ્વારા ૩ ડિસેમ્બર,
૨૦૨૩ના રોજ યુનિવર્સિટીના અમૃતા પટેલ સૅન્ટર ફાર પબ્લિક હૅલ્થ ખાતે ‘પ્રસુતિ બાદની ગંભીર સ્થિતિ’ (શાક ઇન આૅબ્સ્ટેટ્રિક પેશન્ટ) વિષય પર સી.એમ.ઇ.
(કન્ટીન્યુઅસ મેડિકલ ઍજ્યુકેશન) યોજવામાં આવી. આ સી.એમ.ઇ. ઇર્મજન્સી મૅડિકલ ઍસોસિએશન, ગુજરાત ચૅપ્ટરના સહયોગથી યોજવામાં આવી. જેમાં
આણંદ અને નડિયાદ જીલ્લાના ૭૮ ડૉક્ટર્સે ભાગ લીધો હતો.
વર્કશોપ દ્વારા પોસ્ટપાર્ટમ હેમરેજના દર્દીઓને કેવી રીતે સારવાર પૂરી પાડવી તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી તથા અલ્ટ્રાસાઉન્ડ-બેઝિક કાર્ડિયો ઈકો-ઍસેસમૅન્ટ, આૅÂક્સજન થેરાપી કરવાની પ્રેક્ટિકલ (જીવંત પ્રદર્શન દ્વારા) તાલીમ અપાઈ હતી. આ તાલીમ ભાઈકાકા યુનિવર્સિટીના આૅબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલાજી વિભાગના પ્રાફેસર ડૉ. રૂમી ભટ્ટાચર્જી,
ઍસોસિયેટ પ્રોફેસર્સ ડૉ. દીપલ શાહ, ડૉ. સુનિતા પંડ્યા, ડૉ. શ્વેતા સિન્હા, ડૉ. મોનિકા દિક્ષિત તથા સિનિયર રૅસિડન્ટ ડૉ. શીતલ શાહૂ અને હાસ્પિટલની ઈન્ટેન્સિવિસ્ટ ટીમમાંથી ડૉ. અર્ચના સિન્હા, ડૉ. દર્શન શાહ, ડૉ. રચિત પટેલ, ઍનેસ્થેસિયા વિભાગના વડા ડૉ. માધવી ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
આ સી.એમ.ઇ.ના આૅર્ગેનાઇઝીંગ ચૅરમૅન શ્રી કૃષ્ણ હાસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટેન્સવિસ્ટ અને પ્રમુખસ્વામી મૅડિકલ કાલેજના ઇર્મજન્સી મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રાફેસર ડૉ. સુનિલ છાજવાની હતા. જ્યારે આૅર્ગેનાઇઝીંગ સૅક્રેટરી પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ઓબ્સ્ટ્રેટીક્સ અને ગાયનેકોલોજી વિભાગના
પ્રોફેસર, ડૉ. નિતિન રાયઠઠ્ઠા અને શ્રી કૃષ્ણ હાસ્પિટલના કન્સન્ટન્ટ ફિઝીશ્યન અને ક્રિટીકલ કૅર વિભાગના વડા ડૉ. સમીર પટેલ હતા.
સી.એમ.ઇ.ના સાયન્ટિફીક ચૅરમેન આૅબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલાજી વિભાગના વડા, ડૉ. સ્મૃતિ વૈષ્ણવ તથા ઇર્મજન્સી મૅડિસિન વિભાગના વડા ડૉ. હેમલત્તા કામત હતા.
આણંદ અને ખેડા જિલ્લાની પ્રાઇવેટ અને સરકારી હાસ્પિટલમાંથી પ્રસુતિ બાદની ગંભીર સ્થિતિના કેસો શ્રી કૃષ્ણ હાસ્પિટલમાં કરમસદના ક્રિટીકલ કૅર વિભાગ
ખાતે સારવાર અર્થે આવે છે. અત્યાધુનિક સગવડ ધરાવતા ક્રિટીકલ કૅર વિભાગ ખાતે ૨૪ટ૭ કાર્યરત ઇન્ટેÂન્સવિસ્ટની ટીમ, તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ, પ્રસૂતિ
અને સ્ત્રી રોગ નિષ્ણાતો તથા ઍનેસ્થેટીસ્ટની ટીમ દ્વારા આવા દર્દીઓને સઘન સારવાર આપીને નવજીવન આપવામાં આવે છે.