RCB ફેને ધોનીને RCB ટીમમાં આવી માત્ર એક જ વાર IPL ટ્રોફી જીતવા માટે વિનંતી કરી
નવી દિલ્હી, એક તરફ IPL ૨૦૨૪ Auction એટલે કે હરાજી પૂરી જ થઈ છે તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન અને ક્રિકેટ ચાહકોનાં ચહિતા ધોનીએ બેંગલુરુ રોયલ ચેલેન્જરના એક પ્રશંસકને આપેલો પ્રતિસાદ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ છે. RCBમાં ફેન દ્વારા તેને બેંગલોરની ટીમમાં આવવા અને ટ્રોફી લઈ આવવા કહેવામાં આવ્યું હતું અને ધોનીનાં જવાબે CSK સહિત ક્રિકેટ ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.
૨૦૨૪ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મિની હરાજી ૧૯મીએ દુબઈમાં યોજાઈ હતી. આ કિસ્સામાં, દુબઈના પ્રવાસે ગયેલા CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો ત્યાંના પ્રશંસકો સાથે ચર્ચામાં હતો અને હાલમાં તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ચાહકે પોતાની ઓળખ ૧૬ વર્ષ જૂના આરસીબી ફેન તરીકે આપી હતી. તેણે કહ્યું કે તેણે CSK ટીમ માટે ૫ IPL ટ્રોફી જીતી છે.
તો હવે તેણે ધોનીને RCB ટીમમાં આવવા અને માત્ર એક જ વાર IPL ટ્રોફી જીતવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. જવાબમાં ધોનીએ RCB ટીમને શ્રેષ્ઠ ટીમ ગણાવીને વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે બધું જ પ્લાન મુજબ થતું નથી. તેણે કહ્યું હતું કે દરેક ટીમ પાસે ટ્રોફી જીતવા માટે પૂરતા સારા ખેલાડીઓ હોય છે, પરંતુ જ્યારે ખેલાડીઓ ઈજાના કારણે સમયસર રમી શકતા નથી ત્યારે સમસ્યા સર્જાય છે.
ધોનીએ કહ્યું કે આ સમયે તેની પાસે CSK ટીમમાં પણ ચિંતા કરવા જેવી ઘણી બાબતો છે. તેણે ફેનને સામે પૂછ્યું હતું કે જો તે CSK છોડીને બીજી ટીમને ટ્રોફી જીતવામાં મદદ કરે તો તેના ચાહકો શું વિચારશે. ઉપરાંત, ધોનીનો જવાબ સાંભળીને CSKના ચાહકો પણ ચોંકયા હતા.
CSKએ રવિન્દ્ર, મિશેલ અને શાર્દુલના રૂપમાં ૩ મુખ્ય ખેલાડીઓ ખરીદ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સ વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક અને ગત ટ્રોફીની ચેમ્પિયન ટીમ છે. ટીમે અત્યાર સુધીની તમામ ટૂર્નામેન્ટ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં રમી છે. માહી ભાઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ૨ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દર વખતે IPL પૂરી થાય ત્યારે જ, આ ફોર્મેટને પણ અલવિદા કહેવાની ચર્ચા વેગ પકડે છે.
ચેન્નાઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી પર આ વિશે વાત કરી હતી. IPL ૨૦૨૪ માં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારની હરાજીમાં ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના રૂપમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ ખરીદ્યા. સુપરકિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, તમે કોને ખરીદો છો તે માત્ર એટલું જ નહીં પરંતુ તેની પાછળ તમે જે યોજના બનાવો છો તે પણ મહત્વનું છે.
મિશેલ સ્પષ્ટપણે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. અલબત્ત તે પણ નર્વસ હતો. હું ખુશ છું કે અમારા માટે બધું સારું રહ્યું. જો કે, જ્યારે અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફ્લેમિંગે ખુલીને કશું કહ્યું ન હતું. તેણે કહ્યું, “અમારી પાસે લગભગ ૧૦ વર્ષથી ધોનીના ઉત્તરાધિકારીની યોજના હતી. તે ચર્ચાનો વિષય બનવા જઈ રહ્યો છે, પરંતુ ધોની એટલો જ વ્યસ્ત અને ઉત્સાહી છે જેટલો મેં તેને અગાઉનાં સમયમાં જોયો છે.
ડેરીલ એક અલગ પ્રકારનો ખેલાડી છે પરંતુ છેલ્લા ૧૮ થી ૨૪ મહિનામાં તેના પ્રદર્શનને કારણે તેને આ પ્રકારની કિંમત મળી છે,” ફ્લેમિંગે કહ્યું. તે સ્પિન રમવાની ક્ષમતાથી ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને તે ઉપયોગી બોલર પણ છે. અમે તેને ચેપોકમાં આ રોલમાં કાસ્ટ કરી શકીએ છીએ. તેના પ્રદર્શનથી તે અમારી તમામ યોજનાઓમાં બંધબેસે છે અને અમારા માટે સારી પસંદગી છે.
SS1MS