બાપુનગર પોલીસે પીછો કરી બે તસ્કરોને ઝડપી લીધા
અમદાવાદ: બાપુનગરમાં મહીલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરીને ભાગતા શખ્શોની અન્ય બાઈક ચાલકો પીછો કર્યો હતો આ ઘટના દરમિયાન પેટ્રોલિગ વાન જાણ થતાં તેમણે પણ પીછો કરતા ચોરને ઝડપી લીધા હતા.
અલ્પાબેન જયેશભાઈ પરમાર (૪૨) જાનકી રેસીડેન્સી બાપુનગર ખાતે રહે છે રવિવારે જ્ઞાતિના સમુહલગ્નમાં હાજરી આપવા માટે તે નિકોલ વિસ્તારમાં રાસલીલા પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા જ્યાંથી રાત્રે નવ વાગ્યેની આસપાસ પરત ફર્યા હતા એ વખતે બાઈક પર આવેલાં બે શખ્શોએ તેમનાં ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો
અલ્પાબેન બુમાબુમ કરતા સાથે રહેલા અન્ય લોકોએ ચોરોનો પીછો કર્યો હતો ઘટનાની જાણણ થતાં પેટ્રોલિગ કરી રહેલી બાપુનગર પોલીસ વાન પણ ચોરોની પાછળ પડી હતી અને ચેઝ કર્યા બાદ બંને લુટારૂને ઝડપી લીધા હતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોધીને પુછપરછ હાથ ધરી હતી.