Western Times News

Gujarati News

ગુજરાતના વિનોદ જોષી સહિત ૨૪ને સાહિત્ય અકાદમી પુરસ્કાર

(એજન્સી)નવી દિલ્હી, સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત ૨૪ ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાતી કવી વિનોદ જોશીને કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવશે. Sahitya Akademi award to 24 including Vinod Joshi from Gujarat

રાજધાની દિલ્હીમાં પુરસ્કારની જાહેરાત કરતા અકાદમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે આ પુરસ્કાર તમામ ૨૪ માન્ય ભારતીય ભાષાઓમાં આપવામાં આવશે, જેમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ છે સાથે જ તેમણે જણાવ્યું કે આ પુરસ્કાર ૧૨ માર્ચ ૨૦૨૪એ સાહિત્ય અકાદમીના ૭૦ વર્ષ પુરા થવા પર આપવામાં આવશે.

જાહેર કરાયેલા પુરસ્કારોમાં હિન્દીના સંજીવને નવલકથા ‘મુઝે પહેંચાનો’, અંગ્રેજીના નીલમ શરણ ગૌરને નવલકથા ‘રીક્વીમ ઈન રાગા જાનકી’, ઉર્દૂમાં સાદિક નવાબ શહરને ‘રાજદેવ કી અમરાઈ’ માટે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત આસામી, બંગાળી, ડોગરી, કન્નડ, મરાઠી અને મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સાહિત્ય અકાદમીએ નવલકથા ઉપરાંત કવિતા માટે વિજય વર્મા (ડોગરી), વિનોદ જોષી (ગુજરાતી), મંશૂર બનિહાલી (કાશ્મીરી), સોરોકાઈબામ ગંભીર (મણિપુરી), આશુતોષ પરિદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજેસિંગ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કાર) અસુદાની (સિંધી) પુરસ્કાર આપવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.