રાજ્યમાં મહેસૂલ કર્મીઓની હડતાળ સમેટાઇ
અમદાવાદ: આખરે રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે. કર્મચારીઓની માંગ અંગે આજે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવ સાથે બેઠક યોજાઈ હતી. જેમા પ્રમોશન, ફીક્સ પગાર સહિતની વિવિધ ૧૮ માંગણીઓ અંગે મહત્વની ચર્ચા વિચાણા હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી ટૂંક સમયમાં માંગણીઓનો સુખદ ઉકેલની બાંહેધરી આપવામાં આવતાં હવે આ હડતાળનો હવે અંત આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા આઠ દિવસથી હડતાળ પર હતા. પગાર વધારો અને પ્રમોશન સહિતની માગ સાથે રાજ્યભરમાં દેખાવો કરી રહ્યા હતા.
ત્યારે આ હડતાળ હવે સમેટાઈ જતાં હવે આવતીકાલથી તમામ કચેરીઓ ફરી એકવાર રાબેતામુજબ ધમધમતી થશે. ગુજરાત રાજ્યના આઠ હજારથી વધુ મહેસુલના કર્મચારીઓ પોતાની વિવિધ ૧૮ માંગણીને લઈ ગત તા.૯ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે હડતાળના આઠમા દિવસે અમદાવાદમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહેસુલના કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું.વિવિધ માંગને લઈને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ તેમની માંગને લઈને સરકાર હકારાત્મક અભિગમ નહિ અપનાવે આવે
ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ હતા. જા કે, આજે સરકાર સાથે મહેસુલ કર્મચારીઓના આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓની હડતાળને કારણે આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, વિધવા પેન્શન યોજના વગેરે જેવા મહેસુલને લગતા વિવિધ કામો અટકી ગયા હતા. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે. મહેસૂલી કર્મચારીઓ ઘણા સમયથી ૧૮ જેટલી પડતર માગણીઓ બાબતે સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનું કોઈપણ પ્રકારનું નિવારણ લાવવામાં આવ્યુ નહોતુ, જેના કારણે આખરે મહેસૂલી કર્મચારીઓએ હડતાળનું શ† ઉગામ્યું હતું.