સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી. ૩૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
આ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અંદાજિત ૩૦ જેટલા લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
જેમાં ૨૨ નાના બાળકો સહિત ૮ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જ્યારે ૨ બાળકોને તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભોજન બાદ હળવદ પરત ફરેલા ૮ને પણ અસર થઇ હતી. જેમને હળવદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સભ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જાે એડમિટ થયેલા દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે ૧૦૮ સહિત પાલિકાની એમ્બયુલેન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. SS1SS