ખાદ્ય તેલોનાં આયાત પરનાં ઘટેલા દરોને ૨૦૨૫ સુધી લંબાવાશે
નવી દિલ્હી, દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ ૨૦૨૫ સુધી લંબાવી દીધી છે.
નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે ઘટેલી ડ્યૂટી માર્ચ ૨૦૨૪માં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ ૨૦૨૫ સુધી જારી રાખવામાં આવશે. સરકારનાં આ ર્નિણયથી ખાદ્ય તેલોની કિંમતો પણ સ્થિર રહેશે અને લોકોનું બજેટ પણ નહીં બગડે.
મોદી સરકારે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે આ ર્નિણય લીધો છે. નાણામંત્રાલયે જણાવ્યું કે રિફાઈંડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર મૂળ આયાત ડ્યૂટી ૧૭.૫%થી ઘટાડીને ૧૨.૫% કરવામાં આવી હતી. ઘટેલા આ દરોને હવે માર્ચ ૨૦૨૫ સુધી લાગૂ રાખવામાં આવશે.
આયાત ડ્યૂટી ઘટવાથી ખાદ્ય તેલોની દેશમાં લાવવાનો ખર્ચ ઓછો થાય છે. બેસિક ઈમ્પોર્ટ ડ્યૂટી કોઈપણ વસ્તુની કિંમત નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભારત દુનિયાનો દ્વિતીય સૌથી મોટો ખાદ્ય તેલ ઉપભોક્તા છે.
સાથે જ ખાદ્ય તેલોનાં આયાતમાં આપણે દુનિયામાં પહેલા નંબર પર આવીએ છીએ. દેશની કુલ જરૂરિયાતનો ૬૦% હિસ્સો ભારત આયાત કરે છે. પામ ઓઈલનો મોટો હિસ્સો ઈંડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે ખપત સરસવ તેલ, સોયાબિન તેલ, સૂર્યમુખી તેલની હોય છે. SS3SS