Western Times News

Gujarati News

દિલ્હીમાં વરસાદ, યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી

નવી દિલ્હી, રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૩ થી ૨૬ ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે શનિવારે (૨૩ ડિસેમ્બર) મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી રહેવાની શક્યતા છે. પાટનગરના કેટલાક વિસ્તારોમાં આજે હળવા ઝરમર વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

શુક્રવારની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી હતું. દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદુષણમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. અહીં એક્યુઆઈ ૫૦૦ ને વટાવી ગયો છે. શૂન્ય અને ૫૦ ની વચ્ચે એક્યુઆઈ ‘સારું’ માનવામાં આવે છે, ૫૧ અને ૧૦૦ ની વચ્ચે એક્યુઆઈ ‘સંતોષકારક’ છે, ૧૦૧ અને ૨૦૦ વચ્ચે ‘મધ્યમ’ છે, ૨૦૧ અને ૩૦૦ વચ્ચે ‘ખરાબ’ છે, ૩૦૧ અને ૪૦૦ ની વચ્ચે છે.

‘ખૂબ ખરાબ’ ગણવામાં આવે છે અને ૪૦૧ અને ૫૦૦ ની વચ્ચેને ‘ગંભીર’ શ્રેણી ગણવામાં આવે છે. ગુજરાતમાં હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી ૨૪ કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો, જેવા કે કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, આગામી ૨૪ કલાકમાં મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે.

આ સિવાય ૨૩ અને ૨૪ ડિસેમ્બરે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન એજન્સીનું પણ કહેવું છે કે આજે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ રહેશે.

હવામાન વિભાગે તમિલનાડુના ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૪-૮ ડિગ્રી સેલ્સિયસ અને યુપી, દક્ષિણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડના મોટા ભાગના વિસ્તારોમાં નોંધાયું હતું. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.