Western Times News

Gujarati News

શું ટેસ્લા કારનો પ્લાન્ટ ગુજરાતમાં આવશે? થઈ રહી છે તડામાર તૈયારીઓ

ટેસ્લાના એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. એલન મસ્ક મોંઘેરા મહેમાન તરીકે વાઈબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા કંપની પોતાની કારનો પ્લાન્ટ ગુજરાતમાં બનાવવાની દરખાસ્ત કરી શકે છે.

(એજન્સી)ગાંધીનગર, વિશ્વની સૌથી લોકપ્રિય ઓટોમેટિક કાર ગુજરાતમાં બની શકે છે. ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ લાવવાનો તખ્તો રચાઈ રહ્યો છે. આ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોટી જાહેરાત થઈ શકે છે. ટેસ્લાના એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. એલન મસ્ક મોંઘેરા મહેમાન તરીકે વાઈબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા કંપની પોતાની કારનો પ્લાન્ટ ગુજરાતમાં બનાવવાની દરખાસ્ત કરી શકે છે.

લાંબા સમયથી ટેસ્લા કંપનીને ભારત તરફ આકર્ષવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતને મોટો ફાયદો મળી શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ પહેલા રાજ્ય સરકાર ઈલેક્ટિÙક કાર દિગ્ગજ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. જોકે, આ મામલે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર સમર્થન બાકી છે. આ માટે એલન મસ્ક આવતા મહિને ગુજરાત આવી શકે છે. વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અહીં આવી શકે છે.

એવી પણ ચર્ચા છે કે, ટેસ્ટ ભારતીય ઓટો બ્રાન્ડ્‌સ સાથે હાથ મિલાવી શકે છે. ટેસ્ટા ઈન્કના પ્રમુખ એલન મસ્કે જુન મહિનામાં ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યાં છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે, ટેસ્લાની સાથે વાતચીત ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને અમે ગુજરાત સુધી લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ગુજરાતનું લક્ષ્ય ભારતના ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનું છે. ટેસ્લા જેવા પ્રોજેક્ટ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે.

ગુજરાત ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે. જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાતના બંદરો સાથે સારી રીતે કનેક્શન છે. જ્યાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધા મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે.

જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાન પ્લાન્ટ આવી શકે છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે. ટાટા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરીને આવ્યું છે. રાજ્યમાં ફોર્ડ મોટર્સ, ટાટા મોટર્સ અને સુઝુકીના પ્લાન્ટ છે. એમજી મોટરે જનરલ મોટલ સાથે હાલોલનો પ્લાન્ટ અધિગ્રહણ કરીને ભારતમાં પોતાનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.