મટર પનીરમાં પનીર ન મળતાં ભોજન સમારોહમાં ઝપાઝપી

નવી મુંબઇ, દિવાળી સિઝન પૂરી થઈ છે, ત્યારે હવે લગ્નની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ નવા વર્ષની તૈયારીઓમાં પણ લોકો લાગેલા છે. લોકોને પોતાના લગ્નમાં મન મુકીને પૈસાનું પાણી કરતાં હોય છે.ત્યારે ઘણા લગ્ન એવા પણ હોય છે જે તેની સજાવટ અને ખાનપાનને લઇને ચર્ચામાં રહેતાં હોય છે.
આ બધા વચ્ચે એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તમે સમજતા હશો કે, વર વધુના લગ્નનો કોઇ ફની વીડિયો હશે. કારણ કે અત્યારે આવા વીડિયો ખૂબ વાયરલ થતા રહે છે. પરંતૂ આ લગ્નના જમણવારનો વિડિયો છે. જેમાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી બોલાઇ હતી. એક લગ્નમાં માત્ર પનીરની વાનગીમાં પનીર ન મળતા મહેમાનો ગુસ્સે થઈ ગયા હતા.
આ પછી બંને પક્ષો વચ્ચે જાેરદાર ખુરશીઓ ફેંકવામાં આવી હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જ્રઘરકેકલેશ નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર શેર કર્યો છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, લોકો આ વીડિયોને જાેયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ‘પનીર નહીં તો શાદી નહીં, એક યુઝરે લખ્યું, ‘ચીઝ માટે થઈ રહ્યું છે વિશ્વ યુદ્ધ ૩.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘પનીર કા ચક્કર બાબુ ભૈયા.’ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા લગ્નોમાં આ પ્રકારનો વિવાદ થઈ ચૂક્યો છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. SS2SS