અમદાવાદમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ પંજાબ પોલીસે દરોડા પાડ્યા

પ્રતિકાત્મક
અમદાવાદ, દોઢ મહિના પહેલા પંજાબ પોલીસે એનડીપીએસ હેઠળ એક ગુનો નોંધ્યો હતો.જેમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો હતો કે પંજાબની જેલમાં રહેલા યોગેશ અને મેજરસિંહ નામના આરોપીઓ સાથેના કનેક્શનથી આ નશીલી દવાઓની હેરાફેરી કરવામાં આવતી હતી.
અમદાવાદમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ પંજાબ પોલીસે દરોડા પાડ્યા હતા.૧૪ ડિસેમ્બરના રવિવારે પંજાબ પોલીસે ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન પંજાબ પોલીસે મોટીમાત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ૧૪ લાખ ૭૨ હજાર જેટલી નશીલી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.
દોઢ મહિના પહેલા પંજાબ પોલીસે એનડીપીએસ હેઠળ એક ગુનો નોંધ્યો હતો.જેમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં ખુલાસો થયો હતો કે પંજાબની જેલમાં રહેલા યોગેશ અને મેજરસિંહ નામના આરોપીઓ સાથેના કનેક્શનથી આ નશીલી દવાઓની હેરાફેરી કરવામાં આવતી હતી.
તેના આધારે જ ઉત્તર પ્રદેશના આરોપીઓના નામ ખુલ્યા હતા. જે પછી આ કેસમાં ગુજરાત કનેક્શન પણ સામે આવ્યુ હતુ.
જે પછી અમદાવાદના ચાંગોદરમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશીલી દવાઓનો જથ્થો પ્રાપ્ત થયો છે.
ગુજરાત એટીએસને સાથે રાખી પંજાબ પોલીસે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીના માલિક દંપતિનીની ધરપકડ કરીને હાલ અમૃતસર લઈ જવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી ૧૨ની ધરપકડ કરવામાં આવી છે. SS3SS